ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 28 મે 2021 (08:45 IST)

ભારતને સોંપવાને બદલે ભાગેડુ મેહુલ ચોક્સીને એંટીગુઆ-બાર્બુડા પરત મોકલશે ડોમિનિકા સરકાર

ભારતના ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને ડોમિનક સરકાર એંટીગુઆ-બાર્બુડા પરત મોકલશે.  એંટીગુઆ-બાર્બુડાની પ્રધાનમ&ત્રી ગેસ્ટન બ્રાઉને કહ્યુ છે અમને આ વાતની માહિતી મળી છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે. 
 
આ દરમિયાન ડોમેનિકામાં મેહુલના વકીલ માર્શ વેને એક પ્રાઈવેટ ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ કે આજે સવારે તેમની મેહુલ સાથે પોલીસ સ્ટેશનમાં મુલાકાત થઈ. વકીલના મુજબ મેહુલે આરોપ લગાવ્યો છે કે તેનુ અપહરણ કરી લેવામાં આવ્યુ છે. સાથે જ તેની સાથે મારપીટ પણ થઈ. મેહુલના વકીલ આ મામલે રાહત મેળવવા કોર્ટમાં અપીલ દાખલ કરી રહ્યા છે. 
 
ચોક્સી હાલમાં એન્ટીગુઆ અને બારબૂડાથી ફરાર થઈ ગયો હતો અને તેની સામે ઈન્ટરપોલના યલ્લો નોટિસના પડોશી દેશ ડોમિનિકામાંથી ધરપકડ કરવામાં આવી હતી. એન્ટીગુઆના મીડિયામાં બુધવારે આ સમાચાર આવ્યા હતા. એન્ટીગુઆ અને બારબૂડાના પ્રધાનમંત્રી ગેસ્ટોન બ્રાઉનીએ કહ્યું તેમને ડોમિનિકાના હીરા વેપારીને સીધા ભારતને સૌંપવાનું કહ્યું છે. એન્ટીગુઆ બ્રાઉનીના હવાલાથી કહ્યું, 'અમે તેમને (ડોમિનિકા) ચોક્સીને એન્ટીગુઆને નહી મોકલવા કહ્યું છે. તેને ભારત પરત મોકલવાની જરુર છે જ્યાં તેને પોતાની સામેના આરોપોનો સામનો કરવાનો છે.'
 
મેહુલ ચોક્સી પંજાબ નેશનલ બેંકના 13500 કરોડ રુપિયાની છેતરપિંડી કેસમાં ભાગેડુ છે. આ મામલે તેના સંબંધી નીરવ મોદી પર પણ છેતરપિંડીનો આરોપ છે. નીરવ મોદી હાલ લંડનની જેલમાં છે.