મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 25 મે 2021 (18:27 IST)

પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી Mehul Choksi એંટીગુઆથી થયા ગાયબ, ક્યુબામાં હોવાની રિપોર્ટ

'ભાગેડુ' જાહેર કરાયેલા હીરાના વેપારી મેહુલ ચોક્સી ગાયબ થયા છે. એન્ટિગુઆ પોલીસ હવે તેની શોધ કરી રહી છે. મંગળવારે અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે પણ આ વાતની ચોખવટ કરી છે. તેમણે જણાવ્યુ, 'તે સોમવારે પોતાના ઘરેથી એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જમવા માટે નીકળ્યો હતો પરંતુ હજી સુધી તે ઘરે પાછો આવ્યો નથી."
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેહુલની કાર જોલી હાર્બરમાંથી મળી છે પરંતુ તે તેમાં હાજર નહોતો. બીજી બાજુ ચોક્સીના વકીલ અગ્રવાલે કહ્યુ, મેહુલ ચોક્સી ગુમ છે. તેના પરિવારના સભ્યો ખૂબ ચિંતિત છે. તેમણે મને વાતચીત માટે બોલાવ્યો છે. એન્ટિગુઆ પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે. મેહુલના પરિવારજનો ખૂબ ચિંતિત છે એંટીગુઆમા રહેનારા ભારતીય ઉદ્યોગપતિ અને  ગીતાંજલિ સમૂહના માલિક મેહુલ ચોક્સીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ વોન્ટેડ જાહેર કર્યા છે, મેહુલને  4 જાન્યુઆરી, 2018 ના રોજ, એન્ટિગુઆ ભાગતા પહેલા 13,578 કરોડ પીએનબી છેતરપિંડીમાં આશરે 7,080 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હતી.
 
પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી છે મેહુલ ચોક્સી 
 
પંજાબ નેશનલ બેંક કૌભાંડનો મુખ્ય આરોપી મેહુલ ચોક્સી વિલફુલ ડિફોલ્ટરોની લિસ્ટમાં ટોચ પર છે. ચોક્સી ભારત છોડીને ભાગી ગયો હતો. તપાસ એજન્સીઓના મુજબ તે કેરેબિયન દેશ એન્ટિગુઆમાં રહે છે. થોડા સમય પહેલા પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી પર દરોડામાં 14 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ચોક્સી લાંબા સમયથી એન્ટિગુઆ અને બારબુડામાં રહેતો હતો..