રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 15 જુલાઈ 2022 (17:28 IST)

Monsoon Flybig Offer- 999 રૂપિયામાં કરો હવાઈ મુસાફરી

આજકાલ એરલાઇન્સ કંપનીઓ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે વિવિધ પ્રકારની ઑફર્સ લાવતી રહે છે. નવી એરલાઇન કંપની Flybig ગ્રાહકોને શાનદાર ઑફર્સ આપી રહી છે, જેના દ્વારા તમે માત્ર 999 રૂપિયામાં ફ્લાઇટમાં મુસાફરી કરી શકો છો. 
 
ફ્લાયબિગ એરલાઇન્સ કંપનીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. કંપનીએ કહ્યું છે કે તે 14 જુલાઈ 2022 થી 20 જુલાઈ 2022 સુધીના બુકિંગ પર જ ઉપલબ્ધ થશે. આ સાથે, મુસાફરીની તારીખ 25 જુલાઈ 2022 થી 24 સપ્ટેમ્બર 2022 સુધીની હોવી જોઈએ. મહેરબાની કરીને નોંધ કરો કે આ ઑફર માત્ર અમુક રૂટ પરની ફ્લાઇટ્સ માટે છે. કંપનીએ કુલ 10 હજાર સીટો પર આ ઓફર આપી છે.