દુબઈ વિઝા માટે Sપર 300થી વધુ ગુજરાતીઓ રઝળ્યા

Last Modified મંગળવાર, 23 મે 2017 (13:45 IST)

વન્ના ક્રાય રેન્સમવેરે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. સાયબર એટેકને પગલે વિશ્વભરની કમ્પ્યુટર સિસ્ટમને અસર પહોંચી છે. દુબઇ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ પણ સાયબર એટેકથી બાકાત રહી શકી નથી. રેન્સમવેરને લીધે દુબઇ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટનું સર્વર જ બંધ કરી દેવાયુ હતુ જેના લીધે વિઝા કામગીરી ઠપ રહી હતી પરિણામે દુબઇ જનારાં ગુજરાતી પ્રવાસીઓને વિઝા મળી શક્યા ન હતાં. આ કારણોસર શનિ-રવિવારે દુબઇ જનારાં ૩૦૦થી વધુ પ્રવાસીઓએ અમદાવાદ એરપોર્ટથી ઘેર પરત ફરવુ પડયું હતું.

સૂત્રોના મતે, ઉનાળા વેકેશનમાં આ વખતે દુબઇ હોટ ડેસ્ટિનેશન બન્યું છે. ગુજરાતીઓમાં દુબઇ ફરવા જવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીત દુબઇના વિઝા ૪૮ કલાકમાં મળી જાય છે. ટુર ઓપરેટરો પણ ટુર પેકેજની તારીખના અંતિમ સમયે વિઝાની ઓનલાઇન એપ્લિકેશન કરે છે. સાયબર એટેકને લીધે દુબઇ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે સર્વર જ બંધ કરી દીધુ હતુ જેના લીધે વિઝા આપવાની કામગીરી બંધ રહી હતી . ટુર ઓપરેટરોની વિઝા મળવાની ગણતરી ખોટી પડી હતી. આખરે શનિ-રવિવારે દુબઇ ટુર પેકેજમાં ફરવા જનારાં, બિઝનેસ અર્થે જનારાં ગુજરાતી પ્રવાસી અમદાવાદ એરપોર્ટ જ રઝળી પડયા હતાં . અમદાવાદ એરપોર્ટ જ પ્રવાસીઓને ખબર પડી કે, દુબઇના વિઝા જ મળ્યા નથી. આમ, છેલ્લી ઘડીએ પ્રવાસ રદ કરવો પડયો હતો. હોટલ બુકિંગ અને એર ટિકિટ કેન્સલ કરાવવી પડી હતી જેનો ખર્ચ માથે પડયો હતો. ટુર ઓપરેટરોને પણ આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. આમ,રેન્સમવરે દુબઇ ટુર ફરવા જનારાંઓને રખડાવી મૂક્યા હતાં.


આ પણ વાંચો :