સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (10:08 IST)

વન નેશન વન કાર્ડ: પેટીએમ બેન્કે લોન્ચ કર્યું Transit Card, કરોડો ભારતીયોને થશે ફાયદો

દેશની સૌથી મોટી ઇ-વોલેટ કંપની પેટીએમએ પેટીએમ ટ્રાંજિટ કાર્ડ( Transit Card) ને લોન્ચ કર્યું છે. આ કાર્ડ વન નેશન વન કાર્ડની થીમ પર કામ કરશે, એટલે કે એક કાર્ડ પર હવે તમામ કરી શકાશે. આ કાર્દને તમામ મર્ચંટ આઉટલેટ અથવા ઓનલાઇન વેબસાઇટ પર તેનો ઉપયોગ કરી શકશે. આ કાર્ડ એક પ્રીપેડ કાર્ડની માફક હશે અને આ તમારા પેટીએમ બેંક સાથે લિંક હશે. 
 
 Transit Card કાર્ડ માટે પેટીએમ એપ્પ ઉપર જ અરજી, રિચાર્જ અને ટ્રેકીંગની સંપૂર્ણ ડિજીટલ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ડિજીટલ કાર્ડ યુઝરને ઘર આંગણે મોકલવામાં આવશે અથવા તો તે નિર્ધારિત સેલ્સ પોઈન્ટ પરથી તેની ખરીદી કરી શકશે. આ પ્રિ-પેઈડ કાર્ડને પેમેન્ટ વૉલેટ સાથે સીધુ જોડવામાં આવ્યું હોવાના કારણે યુઝર્સ ટ્રાન્ઝીટ કાર્ડના ઉપયોગ માટે તેને ટોપ-અપ કરી શકશે અને તેમણે અન્ય કોઈ ખાતુ ખોલવાની જરૂર રહેશે નહીં.
 
પેટીએમ ટ્રાન્ઝીટ કાર્ડની રજૂઆત હૈદ્રાબાદ મેટ્રો રેલ સાથેના સહયોગથી કરવામાં આવી છે. હૈદ્રાબાદના યુઝર્સે હવે માત્ર ટ્રાન્ઝીટ કાર્ડ ખરીદવાનું રહેશે. આ કાર્ડ ઓટોમેટિક ફેર કલેક્શન (એએફસી) ગેટમાં રજૂ કરાશે અને પ્રવાસ માટે આગળ વધી શકાશે. આ સર્વિસથી મેટ્રો, બસ, ટ્રેન સર્વિસીસ વગેરેનો રોજેરોજ ઉપયોગ કરનાર મુસાફરોને લાભ થશે અને અપાર કનેક્ટિવિટીનો અનુભવ થશે. આ કાર્ડ હાલમાં દિલ્હી એરપોર્ટ એક્સપ્રેસ લાઈન અને અમદાવાદ મેટ્રો માટે ચાલુ છે. પેટીએમ ટ્રાન્ઝીટ કાર્ડથી લોકો એક જ કાર્ડનો મેટ્રો સ્તરના શહેરોની સાથે સાથે દેશના અન્ય મેટ્રો સ્ટેશનો માટે પણ ઉપયોગ કરી શકશે.
 
પેટીએમ પેમેન્ટ બેંકના એમડી અને સીઈઓ સતિષ ગુપ્તા જણાવે છે કે "પેટીએમ ટ્રાન્ઝીટ કાર્ડના  ઉપયોગથી કરોડો ભારતીયો એક જ કાર્ડનો ઉપયોગ કરીને પોતાના વાહનવ્યવહારની તથા બેંકીંગની જરૂરિયાતો પૂર્ણ કરી શકશે. આનાથી નાણાંકિય સમાવેશિતા અને તમામને ઉપલબ્ધિની તક ઉભી થશે. અમે એનસીએમસી ઈનિશ્યેટિવનો હિસ્સો બનતાં આનંદ અનુભવીએ છીએ અને સ્માર્ટ મોબિલીટી સોલ્યુશન અપનાવવાની સાથે સાથે આ કાર્ડથી દેશની અર્થવ્યવસ્થાને ડીજીટલ વ્યવસ્થા તરફ આગળ ધપાવવામાં વેગ મળશે."
 
પીપીબીએલ ફાસ્ટેગને સફળતા મળ્યા પછી પેટીએમ ટ્રાન્ઝીટ કાર્ડ એ, માસ ટ્રાન્ઝીટ કેટેગરીને બેંકની આ બીજી પ્રોડક્ટ છે. પેટીએમ પેમેન્ટ બેંક એક કરોડથી વધુ ફાસ્ટેગ્ઝ ઈસ્યુ કરવાનું સિમાચિહ્ન વટાવનાર દેશની પ્રથમ બેંક છે. તેણે નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (એનઈટીસી) માટે સૌથી વધુ ટોલ પ્લાઝાસ હસ્તગત કર્યા છે અને તે દેશ વ્યાપી ટોલ પેમેન્ટ સોલ્યુશન માટે એકથી વધુ સ્થળે સંચાલિત થઈ શકે તેવો પ્રોગ્રામ ઓફર કરે છે. બેંક નેશનલ અને સ્ટેટ હાઈવેના 280 થી વધુ ટોલ પ્લાઝામાં કામ આવી શકશે અને ડિજીટલી ટોલ ચાર્જ એકત્ર કરશે.