બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (17:55 IST)

અમેરિકામાં પાકિસ્તાનની સૌથી મોટી બેંક બંધ, ટેરર ફંડિંગનો આરોપ

આતંકી ફંડિગને લઈને જ્યા ભારતમાં હુર્રિયત નેતાઓ પર કાર્યવાહી થઈ રહી છે તો બીજી બાજુ અમેરિકામાં પણ તેને લઈને મોટા પગલા લેવામાં આવ્યા છે. સમાચાર મુજબ અમેરિકામાં પાકિસ્તાનની સૌથી મોટી બેંક હબીબ બેંકને બંધ કરવામાં આવી દીધી છે. 
 
અધિકારીઓએ જણાવ્યુ કે બેંકને શક્યત આતંકી ફંડીગ અને મની લૉંડ્રિંગ સાથે જોડાયેલ ગતિવિધિઓને કારણે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યની ડિપાર્ટમેંટ ઓફ ફાઈનેશિયલ સર્વિસે આ ઉપરાંત તેના પર 23 કરોડનો દંડ પણ લગાવ્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે આ પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાઈવેટ બેંક છે. ઉલ્લેખનીય છે કે આ બેંક અમેરિકીમાં છેલ્લા 40 વર્ષથી કામ કરી રહી છે અને 2006માં આદેશ રજુ કર્યો હતો કે આ ગેરકાયદેઅર લેવડ દેવડનુ નિરિક્ષ્ણ કરે પણ બેંકે આ આદેશનુ પાલન કર્યુ નહી.