શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 6 એપ્રિલ 2021 (21:11 IST)

Big Offer! 809 રૂપિયાનો LPG રસોઈ ગેસ સિલેંડર ફક્ત 9 રૂપિયામાં ખરીદવાની તક, આ રીતે કરાવો બુકિંગ, સબસીડી શરૂ કરાવવી છે તો કરો આ કામ

LPG હવે તમે ફક્ત 9 રૂપિયામાં એલપીજી સિલિન્ડર ખરીદી શકો છો. 14.2 કિલો એલપીજી સિલિન્ડર પર 800 રૂપિયાની પેટીએમ(paytm) હેવી કેશબેક દ્વારા આપવામાં આવી રહ્યો છે. એલપીજી સિલિન્ડરની કિંમત હાલમાં દિલ્હીમાં 809 રૂપિયા છે અને પેટીએમ તેના પ્લેટફોર્મ પર બુકિંગ પર 800 રૂપિયા સુધીનું કેશબેક આપી રહ્યું છે, તેથી જો તમને 800 રૂપિયાનું કેશબેક મળે છે, તો એલપીજી સિલિન્ડરની કિંમત ફક્ત 9 રૂપિયા રહેશે.
 
પેટીએમએ પહેલીવાર સિલિન્ડર બુકિંગ પર 800 રૂપિયા સુધીનું સ્ક્રેચકાર્ડ ઓફર કર્યું છે. પેટીએમએ કહ્યું છે કે આ ઓફર તે ગ્રાહકો માટે આપમેળે લાગુ થઈ જશે કે જેઓ પ્રથમ વખત Paytm પરથી એલપીજી બુક કરશે. આ કેશબેક એવા લોકો માટે છે કે જેણે પેટીએમ તરફથી પ્રથમ વખત ગેસ સિલિન્ડર બુક કરાવ્યા છે. આવી સ્થિતિમાં, દિલ્હીમાં 809 રૂપિયાનો  એલપીજી ગેસ સિલિન્ડર 9 રૂપિયામાં મેળવી શકો છો. ઓફર માટેની છેલ્લી તારીખ વિશે કંઇ કહેવામાં આવ્યું નથી.
 
આ રીતે કરાવો બુકિંગ 
 
આ માટે તમારે Paytm પેમેન્ટ ઓપ્શન પર જવું પડશે. આ પછી, તમારા ગેસ સર્વિસ પ્રોવાઈડરને પસંદ કરો અને તમારો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા એલપીજી નંબર અહીં નાખો. . તમારે Paytm દ્વારા ચૂકવણી કરવી પડશે. સિલિન્ડર માટે ચુકવણી કર્યા પછી તમને પેટીએમ કેશબેકમાં એક સ્ક્રેચકાર્ડ મળશે, જેના પર તમને વૉલેટમાં કેશબેક રકમ મળશે.
 
આ નંબરથી  બુક કરાવો સિલિન્ડર
 
દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ બધા સર્કિલ માટે એક જ નંબર રજુ  કર્યો છે, એટલે કે દેશભરમાં ઇન્ડેન ગેસ ગ્રાહકોએ હવે એલપીજી સિલિન્ડર બુક કરવા માટે 7718955555 પર કોલ અથવા એસએમએસ કરવો પડશે.
 
LPG સબસીડી ફરીથી શરૂ કરવાની પ્રક્રિયા 
 
LPG કનેક્શનધારકોને સરકાર તરફથી પહલ-ડાયરેક્ટ બેનિફિત ટ્રાંસફર ફોર એલપીજી  (PAHAL- DBTL) ના માધ્યમથી સબસીડી મળે છે. જે લોકો સબસિડી મેળવવા માંગતા નથી, સિલિન્ડર બજાર ભાવે ખરીદવા સક્ષમ છે, તેઓ તેને બજાર ભાવે ખરીદી શકે છે. એલપીજી સબસિડી મેળવવા માટે, ઉપભોક્તાની વાર્ષિક આવક રૂ. 10 લાખ અથવા તેથી ઓછી હોવી જોઈએ.।
 
ઓનલાઈન આ રીતે કરો અરજી 
 
 તમારે https://mylpg.in/index.aspx પર જવુ પડશે. 
-   અહી  17 ડીઝિટવાળી LPG આઈડી નાખવી પડશે. 
-   જો તમને આઈડી ખબર નથી, તો પેટ્રોલિયમ કંપની પસંદ કર્યા પછી ગ્રાહક નંબર અને LPG ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જાણ લગાવી શકાય છે. 
-  LPG આઈડી નાખ્યા પછી સબમિત પર ક્લિક કરીને પ્રોસેસ શરૂ થશે. 
-  ઓફલાઈન આ રીતે કરો સબસીડી માટે એપ્લાય 
- ગ્રાહકોએ તેમની ગેસ એજન્સીમાં જઇને અરજી સબમિટ કરવાની રહેશે.
 - ગેસ એજન્સી ગ્રાહકોને ફોર્મ ભરવા માટે આપે છે.
-  આ સાથે આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, ગેસ કનેક્શન પેપર્સ અને આવક પ્રુફની નકલ પણ આપવાની છે.
-  LPG સબસિડી મેળવવા માટે, ઉપભોક્તાની વાર્ષિક આવક રૂ. 10 લાખ અથવા તેથી ઓછી હોવી જોઈએ.
-  પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગેસ એજન્સી દ્વારા તપાસ  કરવામાં આવશે.
-  જો બધું ઠીક રહેશે તો ગ્રાહક સબસિડી લગભગ એક અઠવાડિયાની અંદર પુન: શરૂ  કરવામાં આવશે.