શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 7 જૂન 2021 (08:05 IST)

Petrol Price Today 07 June 2021: નવા રેકોર્ડ ઊચાઈ પર પેટ્રોલ-ડીઝલના ભાવ, મુંબઈમાં પેટ્રોલ 101ને પાર

Petrol Price 07 June 2021 Update: પેટ્રોલ ડીઝલની કિમંતોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે દેશના 135 ડિસ્ટ્રિક્ટમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પર જઈ ચુક્યો છે. ફક્ત આ વર્ષની વાત કરીએ તો પેટ્રોલની કિમંતો અત્યાર સુધી લગભગ 13 ટકા વધી છે. આજે પેટ્રોલ 26-31 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયુ છે, જ્યારે કે ડીઝલના ભાવ 26-28 પૈસા પ્રતિ લીટર વધ્યા છે. જ્યારે કે ડીઝલના ભાવ 26-28 પૈસા પ્રતિ લીટર વધ્યા છે.  આંતરરાષ્ટ્રીય બજારમાં કાચુ તેલ 72 ડોલર પ્રતિ બેરલની પાર ટ્રેડ કરી રહ્યુ છે, જેનાથી આગળ પણ કિમંતોમાં વધારો રહેવાની આશંકા કાયમ છે. 
 
જૂનમાં ચોથી વાર વધ્યા ભાવ 
 
મુંબઈમાં પેટ્રોલનો દર લિટર દીઠ 101 રૂપિયાને પાર પહોંચી ગયો છે. જ્યારે ડીઝલ 94 રૂપિયાની નજીક પહોંચી ગયું છે. જૂનમાં અત્યાર સુધીમાં ભાવમાં 4 વાર ભાવ વધી ચુક્યા છે. . આ પહેલા મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 16 વાર વધારો કરવામાં આવ્યો હતો. 4 મેથી સતત 4 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે કે આ પહેલા ચૂંટણીને કારણે 18 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શાંતિ જોવા મળી હતી. મે ના આખા મહિના દરમિયાન દિલ્હીમાં પેટ્રોલનો રેટ રૂ 4.09 રૂપિયા મોંઘુ થયુ છે.  જ્યારે ડીઝલ આ મહિનામાં4.68 રૂપિયા મોંઘુ થઈ છે.
 
માર્ચ, એપ્રિલમાં સસ્તુ થયુ હતુ પેટ્રોલ-ડીઝલ 
 
સામાન્ય લોકોને મોંઘા પેટ્રોલ અને ડીઝલથી 15 એપ્રિલે  થોડી રાહત મળી હતી. એપ્રિલ અને માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વખત ઘટાડો કરવામાં આવ્યો હતો. 15 એપ્રિલ પહેલા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લો ફેરફાર 30 માર્ચ 2021 ના ​​રોજ હતો. ત્યારે દિલ્હીમાં પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા સસ્તું હતું. માર્ચમાં પેટ્રોલ 61 પૈસા અને ડીઝલ 60 પૈસા સસ્તુ થયું છે. માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 વખત ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલની નબળાઇ હતી.
 
મુંબઈમાં પેટ્રોલની કિમંત 101 રૂપિયા 
 
દિલ્હીમાં આજે પેટ્રોલ 95.31 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. અન્ય શહેર મુંબઇમાં પેટ્રોલનો ભાવ રૂ. 101.52 છે, કલકાતામાં પેટ્રોલ 95.28 રૂપિયા અને ચેન્નઈમાં પેટ્રોલ 96.71 રૂપિયામાં વેચાઇ રહ્યું છે.
 
4 મેટ્રો શહેરોમાં પેટ્રોલની કિંમત
 
શહેરનો ગઈકાલનો રેટ  દર આજનો રેટ 
દિલ્હી 95.03               95.31
મુંબઇ 101.25            101.52
કોલકાતા 95.02           95.28
ચેન્નાઇ 96.47              96.71
 
2021 માં પેટ્રોલ લગભગ 12 રૂપિયા મોંઘુ થાય છે
 
વર્ષ 2021 માં અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવ 46 વાર વધારવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન પેટ્રોલનો પ્રતિ લીટર 11.60 રૂપિયા મોંઘુ થઈ ચુક્યુ છે. 1 જાન્યુઆરીએ પેટ્રોલનો ભાવ 83.71 રૂપિયા હતો, આજે તે પ્રતિ લિટર 95.31 રૂપિયા છે.  આ જ રીતે દિલ્હીમાં 1 જાન્યુઆરીથી લઈને આજ સુધીમાં ડીઝલ 12.35 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે. 1 જાન્યુઆરીએ, દિલ્હીમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર 73.87 રૂપિયા હતો, આજે તે 86.22 રૂપિયા છે. પેટ્રોલ પછી ડીઝલની કિમંતો પર નજર નાખીએ તો મુંબઈમાં ડીઝલ 93.58 રૂપિયા છે. દિલ્હીમાં ડીઝલ 86.22 રૂપિયા પ્રતિ લિટર વેચાય રહ્યું છે. કોલકાતામાં ડીઝલ 89.07 રૂપિયામાં વેચાય રહ્યું છે અને ચેન્નઇમાં ડીઝલનો દર 90.92 રૂપિયા છે.
 
4 મેટ્રો શહેરમાં Diesel ના ભાવ 
 
શહેરનો    ગઈકાલનો દર       આજનો દર
દિલ્હી        85.95                 86.22
મુંબઈ        93.30                 93.58
કોલકાતા    88.80                  89.07
ચેન્નઇ       90.66                  90.92