1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 16 મે 2017 (10:46 IST)

પેટ્રોલ અને ડીઝલ થયુ સસ્તુ, જાણો નવી કિમંત

પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિમંતોની કપાત કરી છે. પેટ્રોલની કિમંતોમાં 2.16 પૈસા અને ડીઝલની કિમંતોમાં 2 રૂપિયા 10 પૈસાની કપાત કરવામાં આવી. 
 
ઘટેલી કિમંતો સોમવાર અડધી રાતથી જ લાગૂ થઈ ગઈ. કંપનીએ લોકોને થોડી રાહત આપતા કિમંતોમાં કપાતનુ એલાન કર્યુ. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા 1 મે ના રોજ  પેટ્રોલની અને ડીઝલની કિમંતોમાં મામૂલી વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે પેટ્રોલના ભાવમાં 1 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 44 પૈસા પ્રતિ લીટર વધ્યા હતા. 
 
બીજી બાજુ 16 અપ્રિલના રોજ પણ પેટ્રોલના ભાવમાં 1.39 રૂપિયા પ્રતિલીટર અને ડીઝલના ભાવમાં 1.04 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો.