પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશનથી મળી શકે છુટકારો
Gujarat samachar gujarati news
વર્તમાન સમયે પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન જરૂરી છે. જે માટે ઘણો સમય જતો રહે છે. પણ હવે પારપોર્ટ માટે પોલીસ વેરીફિકેશનની જરૂરિયાત નહી રહે. તે દિશામાં મોદી સરકાર વિચારી રહી છે. વિદેશ મંત્રાલય વેરિફિકેશન માટે આધાર કાર્ડ અને નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોનો ડેટાબેઝનો સહારો લેશે. આવેદનકર્તા સ્વપ્રમાણિત દસ્તાવેજ પછી નવો પાસપોર્ટ બનાવતી વખતે તાપસની આવતી લાંબી પ્રક્રિયાનો અંત આવી શકે છે.
પાસપોર્ટ માટે જાહેર કરાયેલ નવા નિયમો અનુસાર હેઠળ વેરિફિકેશનની લાંબી પ્રક્રિયાને કારણે પાસપોર્ટ આપવામાં વિલંબ કરવામાં આવશે નહી. મોટાભાગે લોકો પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા ધીમી હોવાની ફરિયાદ કરતા હોય છે. વડાપ્રધાનના નિર્દેશો બાદ પાસપોર્ટ માટે આધાર અનિવાર્ય કરવામાં આવી રહ્યુ છે. મંત્રાલયે આ સંબંધમાં આધારના સંપર્કમાં છે.
જો આવેદન કરતા પાસે આધારકાર્ડ નથી તો તેનુ આધાર નોંધણી નંબર પૂરતો રહેશે. ગુનેગારોની ઓળખ કરવા એનસીઆરબી બે મહિનાની અંદર એક એવી પ્રણાલી વિકસિત કરવા જઈ રહી છે. જેનાથી પાસપોટ ઈશ્યુ કરતા પહેલા આવેદનકર્તા જે ગુનામાં સંડોવાયેલા છે તો તેની ઓળખ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયે પોલીસ વેરિફિકેશન થયા બાદ એક સપ્તાહની અંદર પાસપોર્ટ મળે છે. પોલીસ વેરિફિકેશન વર્તમાન સમયે જરૂરી છે.