શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ, , ગુરુવાર, 28 જૂન 2018 (14:52 IST)

અમદાવાદમાં મકાનોનાં ભાવો વધ્યા, વડોદરા-રાજકોટમાં ઘટ્યા

અમદાવાદમાં મકાનોના ભાવમાં ૨.૨ ટકા સુધીનો વધારો થયો છે. જ્યારે ગાંધીનગરમાં ભાવમાં કોઈ પરિવર્તન થયુ નથી. વડોદરામાં ૩.૫ ટકા, રાજકોટમાં ૧.૮ ટકા ઘટાડો નોંધાયો છે. નેશનલ હાઉસિંગ બેંક દ્વારા જાહેર કરાયેલ હાઉસિંગ પ્રાઈઝ ઈન્ડેક્સ મુજબ માર્ચમાં પૂર્ણ થયેલ ત્રિમાસિક ગાળા દરમિયાન દેશના મોટાભાગના શહેરોમાં મકાનોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. 
 
જો પ્રોપર્ટીમાં ભાવ વધારાની વાત કરીએ તો કોલકત્તામાં ૮.૫ ટકા, હૈદરાબાદમાં ૫ ટકા, મુંબઈમાં ૩.૮ ટકા, દિલ્હીમાં ૩.૩ ટકા, બેંગ્લુરુમાં ૨.૩ ટકા અને ચેન્નાઈમાં ૦.૭ ટકાનો વધારો નોંધાયો છે જ્યારે એકમાત્ર પૂણેમાં મકાનના ભાવ ૧.૪ ટકા ઘટ્યા છે.

દેશના ટોચના ૧૦ શહેરો સિવાય અન્ય શહેરોની વાત કરવામાં આવે તો લખનઉમાં ૯.૪ ટકા, પનવેલમાં ૮.૬ ટકા, ઈન્દૌરમાં ૭.૧ ટકા, થાણેમાં ૬.૫ ટકા, ચંદિગઢમાં ૬.૪ ટકાનો ભાવ વધારો નોંધાયો છે. 

દેશમાં ૧૦ શહેરોમાં મકાનોના ભાવ ઘટ્યા છે જેમાં સૌથી વધુ પટનામાં ૧૨.૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ફરીદાબાદમાં ૭.૧ ટકા, ભોપાલમાં ૧.૭ ટકા, હાવડામાં ૧.૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત મેરઠમાં ૦.૮ ટકા, નાસિકમાં ૦.૮ ટકા અને મુંબઈના વિરારમાં ૦.૯ ટકાનો ભાવ ઘટાડો નોંધાયો છે.