શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 15 ડિસેમ્બર 2021 (12:10 IST)

Jio નો મોટો ધમાકો, 1 રૂપિયાના પ્લાનમાં 30 દિવસની વેલિડિટી અને ડેટાનો લો આનંદ

રિલાયંસ જિયો  (Reliance Jio)એ યુઝર્સ માટે અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન લોંચ કર્યો છે. જિયોના આ પ્લાનની કિમંત ફક્ત 1 રૂપિયો છે. 1 રૂપિયાના આ પ્લાનમાં કંપની ડેટા સાથે 30 દિવસની વેલિડિટી પણ ઓફર કરી રહી છે. જિયોનો આ પ્લાન વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. તેને જિયોના મોબાઈલ એપમાં જૉઈ શકાય છે.  આ તમને એપમં આપેલા  4G Data Voucher ના વેલ્યુ સેક્શની અંદર રહેલા 'Other Plans'માં દેખાય જશે. 
 
આ રીતે મળશે 10 રૂપિયામાં 1જીબી ડેટા 

 
1 રૂપિયાના આ પ્લાનમાં કંપની 30 દિવસની વેલિડિટી ઓફર કરી રહી છે. આ ડેટા વાઉચરમા કંપની ઈંટરનેટ યુઝ કરવા માટે  100MB ડેટા આપી રહ ઈ છે. આવમાં જૉ આ એક રૂપિયાવાલા વાઉચરથી 10 વાર રિચાર્જ કરાવશો તો તમએન 10 રૂપિયામાં 1 જીબી ડેટા મળી જશે. આ 1 જીબી ડેટા ઓફર કરનારા જિયોના 15 રૂપિયાવાળા ડેટા વાઉચર થી પણ સસ્તો છે.  પ્લાનમાં મળનારો ડેટાનો ખર્ચ થયા પછી ઈંટરનેટ સ્પીડ ઘટીને  64Kbps થઈ જાય છે. 
 
1 રૂપિયાનો પ્લાન ઓફર કરનારી પહેલી કંપની 
 
રિલાયંસ જિયો દેશની પહેલી એવી ટેલીકોમ કંપની છે, જે 1 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાન એ યુઝર્સ માટે ખૂબ કામ આવી શકે છે જેમણે વધુ ડેટાની જરૂર પડતી નથી. આ પ્લાનને સેકંડરી  જિયો નંબરને એક્ટિવ રાખવા માટે પણ યુઝ કરી શકાય છે. 
 
આ યુઝર્સને આકર્ષિત કરશે પ્લાન 
 
આ પ્લાનને સેકંડરી નંબર પર સબ્સક્રાઈબ કરાવવાથી યુઝર્સને ઈનકમિંગ કૉલ તો રિસીવ થશે જ સાથે જ તે ડેટા પણ યુઝ કરી શકશે. આ પ્લાન એ યુઝર્સને પણ પોતાની તરફ આકર્ષિત કરી શકે છે, જે ટૈરિફ હૈઈક પછી એયરટેલ કે વોડાફોન-આઈડિયા પરથી જિયો પર પોર્ટનુ મન બનાવી રહ્યા છે.