શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુવાહાટી. , મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (18:55 IST)

Assam tea industry : 1 લાખ રૂપિયા પ્રતિ કિલોની આ છે ચા ની એક વેરાયટી, જૂના રેકોર્ડને તોડ્યો

અસમમાં મંગળવારે ચા ની એક દુર્લભ જાતિ (rare variety of Assam tea)ની નીલામી થઈ. ચોકાવનારી વાત એ સામે આવી છે કે નીલામી દરમિયાન ચા ના આ વેરાયટીની બોલી પ્રતિ કિલોગ્રામ એક લાખ રૂપિયા લગાવાઈ. ગુવાહાટી ચા નીલામી કેન્દ્ર (જીટીસી)ના સચિવ દિનેશ બિહાની नी (Secretary of the Gauhati Tea Auction Centre (GTAC) Dinesh Bihani) એ આ માહિતી આપી. 
 
દિનેશ બિહાનીએ જણાવ્યું કે આ સાથે મનોહરી ગોલ્ડ ટી(Manohari Gold tea)પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મનોહરી ગોલ્ડ ટી (Manohari Gold tea)ની નીલામી 75000 રૂપિયા પ્રતિ કિલો હતી.  બિહાનીએ કહ્યું કે ગોલ્ડ ટીની હરાજીમાં સૌરવ ટી ટ્રેડર્સે સૌથી વધુ બોલી  99,999 રૂપિયા પ્રતિ કિલોની લગાવીને ખરીદી હતી. બિહાનીએ કહ્યું હતું કે મને આશા છે કે વિદેશી ખરીદદારોને પણ આ ભારતીય વિશિષ્ટ ચા પસંદ આવશે.વધુમાં વધુ વિક્રેતાઓ એકસાથે આવશે અને આ ખાસ ચા ખરીદશે. બિહાનીએ કહ્યું કે હું ભારતને ખાસ ચાનું કેન્દ્ર બનાવવા વિનંતી કરું છુ. ચાનું આ વેચાણ નોંધપાત્ર છે કારણ કે આસામમાં  (tea industry in Assam)ચા ઉદ્યોગ પડકારોનો સામનો કરી રહ્યો છે જ્યારે આસામમાં વિવિધ ચાના બગીચાઓ દ્વારા ઉત્પાદિત વિશેષ ચા કિંમતોને કારણે બેક ટુ બેક રેકોર્ડ બનાવી રહી છે.
 
ઇન્ડિયન ટી એસોસિએશન (ITA) એ તાજેતરમાં રાજ્ય અને કેન્દ્ર સરકારને ઓછામાં ઓછા પાંચ પ્રદેશો માટે ચાના વિસ્તારોના વિસ્તરણ પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી છે. આ સાથે એવી માંગણી કરવામાં આવી છે કે સરકાર દ્વારા ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી કામદારો માટે પ્રોવિડન્ટ ફંડ (PF)માં યોગદાન આપવું જોઈએ.આ અંગે જાહેર અપીલ કરવામાં આવી હતી. ITAએ કહ્યું હતું કે ચા ઉદ્યોગ મુશ્કેલીમાં છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો કર્મચારીઓની રોજગારી છીનવાઈ શકે છે. અપીલમાં કહેવામાં આવ્યું હતું કે ચાની સરેરાશ વેચાણ કિંમત લગભગ સ્થિર છે, ઉત્પાદનની સરેરાશ કિંમત વધી રહી છે જેના કારણે બગીચાઓને નુકસાન થઈ રહ્યું છે.નોંધનીય છે કે ચાના 850થી વધુ નાના, મધ્યમ અને મોટા બગીચા છે. આસામ. ભારતનું ઉત્તરપૂર્વીય રાજ્ય વિશ્વમાં ચાના સૌથી મોટા જથ્થાના ઉત્પાદન માટે પણ જાણીતું છે અને દર વર્ષે 650 મિલિયન કિલોગ્રામથી વધુ ચાનું ઉત્પાદન કરે છે, જે ભારતના કુલ ચા ઉત્પાદનના લગભગ 52 ટકા છે.