મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 26 માર્ચ 2022 (12:26 IST)

આરટીઓ દ્વારા નવી સીરીઝ GJ01-VU ના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરુ થશે

પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીનાનંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુકવાહનમાલિકોએ આગામી તા. ૦૧ થી૦૩ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાનીરહેશે.
 
ટુ-વ્હિલર ની નવી સીરીઝ GJ01-VU ના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શનમાટે શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતાવાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી http://vahan.parivahan.gov.in/fancyપર આગામી તા. ૦૧ થી૦૩ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનુંરહેશે. ત્યારબાદ તા. ૦૪ અને ૦૫એપ્રિલ ૨૦૨૨ ના રોજ ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે.
 
ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://vahan.parivahan.gov.in/fancyવેબસાઈટ પર જઈ સેલ ઇન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બે માંથી જે વહેલું હશે તે તારીખથી સાત દિવસમાં અરજી કરી દેવાની રહેશે. અરજી કરેલ હોયતેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગલેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.
 
જો અરજદારએ હરાજીની પ્રકિયા પૂર્ણ થયાના પાંચ દિવસ સુધીમાં બીડનીરકમના નાણાં જમા કરાવવાના રહેશે. આ સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. અસફળ અરજદારને રીફંડ હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના હોવાથી જે રીતે ચૂકવાનું કર્યું હોય તે જ Mode થી અરજદારના તે જ ખાતામાં નાણાં પરત કરવામાં આવશે.