બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 30 નવેમ્બર 2021 (08:17 IST)

Rules Change From 1 December- 1 ડિસેમ્બરથી આ વસ્તુઓ થશે મોંઘી

વર્ષના અંતિમ મહિનામાં એટલે કે, ડિસેમ્બરની શરૂઆત આડે હવે માત્ર થોડા જ દિવસો બાકી છે. નવા મહિનામાં સામાન્ય લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે. હકીકતમાં જોઈએ તો, માચિસ સહિત રોજિંદા જીવનની ઘણી વસ્તુઓ મોંઘી થવા જઈ રહી છે. ચાલો જાણીએ 1લી ડિસેમ્બરથી શું થશે મોંઘુ. 1 ડિસેમ્બરથી માચિસની કિંમતમાં રૂ.1નો વધારો થશે. આ વધારા બાદ માચિસની નવી કિંમત લગભગ 2 રૂપિયા થશે, એ 14 વર્ષ બાદ કિંમતમાં વધારો થયો છે. છેલ્લે વર્ષ 2007માં માચિસની કિંમતમાં 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો
 
માચિસ થશે મોંઘી
1 ડિસેમ્બરથી માચિસના ભાવમાં 1 રુપિયાનો વધારો થશે. આ વધારાના બાદ માચિસની કિંમત 2 રુપિયા થશે. લગભગ 14 વર્ષ બાદ માચિસની કિંમતમાં વધારો થવાનો છે. છેલ્લી વાર 2007 માં માચિસની કિંમતમાં 50 પૈસાનો વધારો કરાયો હતો. 
 
PNB ગ્રાહકોને આંચકો:
 ડિસેમ્બરપંજાબ નેશનલ બેંક (PNB) એ તેના બચત ખાતા ધારકોને મોટો ફટકો આપ્યો છે. વાસ્તવમાં સેવિંગ્સ એકાઉન્ટ પરના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે વાર્ષિક વ્યાજ દર 2.90 ટકાથી ઘટીને 2.80 ટકા થઈ ગયો છે. નવા દરો 1 ડિસેમ્બરથી લાગુ થશે.
 
 SBI ક્રેડિટ કાર્ડ મોંઘુઃ
જો દેશની સૌથી મોટી બેંક SBIના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે, તો 1 ડિસેમ્બરથી તેને આંચકો લાગવા જઈ રહ્યો છે. SBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દરેક ખરીદી પર 99 રૂપિયા અને ટેક્સ અલગથી ચૂકવવો પડશે. આ એક પ્રોસેસિંગ ચાર્જ હશે.
 
LPG ના ભાવમાં પણ ફેરફારઃ
ડિસેમ્બર મહિનામાં એલપીજી ગેસના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. ફરી એકવાર એલપીજીના ભાવમાં વધારો થવાની સંભાવના છે. આ સિવાય ATF એટલે કે જેટ ઈંધણ પણ મોંઘુ થઈ શકે છે.