શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 9 નવેમ્બર 2016 (17:01 IST)

શેયર માર્કેટમાં ટ્રંપની આંધી, 15 મિનિટમાં 6 લાખ કરોડનું નુકશાન

બુધવારે શેયર માર્કેટ ખુલતા જ જોખમની સોને આશા હતી. ભારત સરકાર દ્વારા નોટ બેન અને અમેરિકાની ચૂંટણીમાં જીત ના નિકટ પહોંચી ચુકેલ ટ્રંપના સમાચાર વચ્ચે બજાર ખુલ્યા ત્યારે શેરમાર્કેટનુ ડાઉન થવુ નક્કી હતુ. બોમ્બે સ્ટૉક એક્સચેંજના ડેટા મુજબ ગ્લોબલ સ્ટોક માર્કેટમાં ખલબલીથી ઘરેલુ રોકાણકારોને 15 મિનિટની અંદર 6 લાખ કરોડ રૂપિયાનુ નુકશાન થઈ ગયુ. 
 
પ્રથમ 15 મિનિટમાં બીએસઈના માર્કેટ કૈપિટલાઈજેશન 57,3827 કરોડ રૂપિયા ગબડીને 1.11 લાખ કરોડથી 1.05 લાખ કરોડ પર આવી ગયો. માર્કેટમાં કોહરામની એ પરિસ્થિતિ હતી કે 2000 સ્ટૉક્સમાંથી 1875 સ્ટૉક્સ લાલ નિશાન પર ટ્રેંડિંગ કરી રહ્યુ હતુ અને ફક્ત 85 સ્ટૉક્સ જ ગ્રીન પર ટ્રેડિંગ કરી રહ્યા હતા. 
 
સેંસેક્સ 1600 અંકના ઘટાડા સાથે ખુલ્યુ જે 25 ઓગસ્ટ પછી સૌથી મોટો ઘટાડો હતો. જો કે બજારની પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી. બૉમ્બે સ્ટોક એક્સચેંજના મેંબર રમેશ દામિનીએ કહ્યુ, 'માર્કેટ ગબડશે જેનો અંદાજ પહેલાથી જ હતો. નોટ બેન અને ટ્રંપની બઢત આનુ કારણ છે.  સેંસેક્સ હવે 26,649 અંક પર અને નિફ્ટી 8237 પર વેપાર કરી રહ્યુ છે.