મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 28 ઑગસ્ટ 2018 (11:39 IST)

38,920ની રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યુ સેંસેક્સ, નિફ્ટી પણ 11,750ના પાર

શેર બજારોની શરૂઆત વેપારી અઠવાડિયાના બીજા દિવસે પણ ગુલઝાર રહ્યુ. સેંસેક્સ અને નિફ્ટીએ નવી ઊંચાઈ પાર કરી છે. શરૂઆતના વેપારમાં સેંસેક્સ 181.75 અંક  (0.46 ટકા) ના ઉછાળા સાથે 38,875.86 અંકના સર્વકાલિક ઉચ્ચ સ્તર પર પહોંચી ગયુ. બીજી બાજુ નિફ્ટી 59.25 અંકોના વધારા સાથે 11,751.20ની નવી ઊચાઈ પર પહોંચી ગયુ. સોમવારે સેંસેક્સે 38,736.88 સુધી પહોંચી ગયુ હતુ. 
 
 28 ઑગસ્ટ, સેન્સેક્સ પ્રથમ વખત 38,814.76 પર ખૂલ્યો હતો. પ્રારંભિક ટ્રેડિંગમાં, સેન્સેક્સનો 38,920.14 નો નવો વિક્રમ બનાવ્યો છે. 27 મી ઓગસ્ટના રોજ સેન્સેક્સે પ્રથમ વખત 38,736.88 ની સપાટીને સ્પર્શી હતી. તે જ સમયે, 38694 ના સ્તરે બંધ થયો હતો.   28 ઑગસ્ટ, નિફ્ટી પ્રથમ વખત 11,731.95 ના સ્તરે ખુલે છે. પ્રારંભિક ટ્રેડિંગમાં, નિફ્ટીએ 11,756.05 નો નવો વિક્રમ બનાવ્યો હતો. 27 ઓગસ્ટના રોજ નિફ્ટીએ 11,700.95 ની સપાટીને સ્પર્શી હતી.
 
માર્કેટ હેવીવેટ રિલાયંસ ઈંડટ્રીઝ કે આરઆઈએલના શેરમાં 1 ટકાનો ઉછાળો જોવા મળ્યો. સેસેક્સ સ્ટોક્સમાં એનટીપીસીમાં 3 ટકા જ્યારે કે કોલ ઈંડિયા, સન ફાર્મા, વેદાંતા અને ટાટા સ્ટીલમાં 1 ટકાથી 2 ટકાનો વધારો જોવા મળ્યો. 
 
ડોલર સામે રૂપિયો 10 પૈસા મજબૂત થઈને 70.07ના સ્તર પર ખુલ્યો. સોમવારે આ 70.16ના સ્તર પર બંધ થયો હતો.