મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (11:25 IST)

શેર બજાર - નિફ્ટી પહેલીવાર 11600ને પાર, સેંસેક્સ પણ રેકોર્ડ સ્તર પર

આજે શેર બજાર વધારા સાથે ખુલ્યુ. વેપારી સપ્તાહમાં ગુરૂવારના દિવસે બજાર ખુલતા જ નિફ્ટી પહેલીવાર 11600ના પાર જવામાં સફળતા મળી છે. જ્યારે કે સેંસેક્સ 38500ના નિકટ પહોંચ્યો. નિફ્ટીએ 11620.7 નવા ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગયો જ્યારે કે સેંસેક્સ 38,487.63ના નવા ઉપરી સ્તર સુધી પહોંચ્યો. સમાચાર લખતા સુધી સેંસેક્સ 38321.95 પર વેપાર કરી રહ્યો છે.  જ્યારે કે નિફ્ટી 11575.30 પર વેપાર કરી રહ્યો છે. 
 
 
મિડકૈપ અને સ્મોલકૈપ શેરમાં હળવી ખરીદદારી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકૈપ ઈંડેક્સ 0.2  ટકા ચઢ્યો છે.  જ્યારે કે નિફ્ટીના મિડકૈપ 100 ઈંડેક્સમાં 0.1 ટકા મામુલી બઢત સાથે 0.1 ટકાની મામુલી બઢત નોંધાવી છે. બીએસઈનો સ્મોલકૈપ ઈંડેક્સ 0.25 ટકા સુધી ઉછળ્યો છે. 
 
એફએમસીજી, આઈટી, ફાર્મા, રિયલ્ટી અને પાવર શેયરમા ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે બેકિંગ, ઓટો અને મેટલ શેયરમાં દબાણ જોવા મળી રહ્યુ છે. બેંક નિફ્ટી 0.3 ટકા વધીને 28,180 ના સ્તર પર આવી ગયુ છે. 
 
 
બજારમાં વેપારના આ  સમયગાલા દરમિયાન મોટા શેરમાં ડૉૢ રેડ્ડીઝ, લ્યુપિન, ભારતી એયરટેલ, પાવર ગ્રિડ, સન ફાર્મા, વિપ્રો અને ઓએનજી