રવિવાર, 27 નવેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified ગુરુવાર, 12 જુલાઈ 2018 (10:26 IST)

સેંસેક્સ 36500 અંકની અભૂતપૂર્વ ઊંચાઈ પર, નિફ્ટી પણ 11000ના પાર

દેશના શેયર બજારમાં ગુરૂવારે મજબૂતીનુ વલણ છે. મુખ્ય સૂચકાંક સેંસેક્સ સવારે 9.55 વાગ્યે 246.78 અંકની મજબૂતી સાથે 36,500 પર અને નિફ્ટી પણ લગભગ આ સમય 73 અંકની બઢત સાથે 11000 પર વેપાર કરતી જોવા મળી.  સેંક્સેસ અને નિફ્ટી બંને પોતાના રેકોર્ડ સ્તર પર છે. અત્યાર સુધી ચાર વેપારી સત્રોમાં સેંસેક્સ 950 અંકનો વધારો નોંધાવી ચુક્યુ છે. 
 
વિશેષજ્ઞોનુ કહેવુ છે કે પહેલી ત્રિમાસિકના પરિણામ સારા રહેવાની આશા અને કાચા તેલની કિમંતોમાં ઘટાડાથી બજારમાં વર્તમાન સ્થિરતા કાયમ રહેશે. માનસૂનની પ્રગતિ અને ઊંચા ન્યૂનતમ સમર્થન મૂલ્યને કારણે ઉપભોગવાળા ઉદ્યોગોને ફાયદો થશે.