સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હીઃ , રવિવાર, 1 જુલાઈ 2018 (16:06 IST)

દિલ્હીમા એક જ પરિવારના 11 લોકોના શંકાસ્પદ મોત, 10ના મૃતદેહો દોરડાથી ફદા પર લટકેલા અને મોઢા પર ચોટેલી હતી ટેપ

દિલ્હીના બુરાડીમાં સંતનગરમાં એક ઘરમાં  રવિવારે સવારે 7 મહિલાઓ સહિત 11 મૃતદેહો મળવાથી હડકંપ મચી ગયો છે. 10 મૃતદેહો દોરડાથી ફદા પર લટકેલા હતા,  તેમની આખ અને મોઢા પર  ટેપ ચોટેલી હતી અને 75 વર્ષની વૃદ્ધનો મૃતદેહ ફર્સ્ટ ફલોર પરથી મળ્યો. મૃતકોમાં સાત મહિલાઓ અને ચાર પુરુષ સામેલ છે આમના મોત કઇ રીતે થયા તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે
 
પરિવાર મૂળ રાજસ્થાનનો છે.  11 લોકોના પરિવારમાં 75 વર્ષના વૃદ્ધ માતા અને તેમના બે દીકરા લલિત અને ભૂપીનો પરિવાર સામેલ છે.  મૃતકોમાં મહિલાનો મોટો દીકરો લલિત તેમની પત્ની અને ત્રણ બાળકો સામેલ છે.  વૃદ્ધ મહિલાનો નાનો દીકરો ભૂપી, તેની પત્ની અને બે બાળકો, વૃદ્ધ મહિલાની 58 વર્ષની વિધવા દીકરી પણ સાથે રહેતી હતી. તેની પણ લાશ મળી છે. વૃદ્ધ મહિલાની ગળું દબાવી હત્યા કરાઇ, બાકીના સભ્યોની લાશ મકાનના ફર્સ્ટ ફલોર પર દોરડાથી બાંધેલી મળી.  વૃદ્ધ મહિલાનો ત્રીજો દીકરો દિનેશ સિવિલ કોન્ટ્રાક્ટર છે અને ચિત્તોડગઢમાં રહે છે. ઘટના સમયે પણ દિનેશ ચિત્તોડગઢમાં હતો.  વૃદ્ધ મહિલાનો એક દીકરો દૂધ અને પ્લાયવુડની દુકાન ચલાવતો હતો જ્યારે બીજો દીકરો કરિયાણાની દુકાન ચલાવતો હતો
જોકે, પોલીસ શરૂઆતી તપાસમાં આત્મહત્યાનો મામલો માની રહી છે, પોલીસે આખા એરિયાને ઘેરી લીધો છે. આ 11 મૃતદેહો બુરાડીના સંત નગર ગલી નંબર 24માં ગુરુદ્વારા પાસે સ્થિત એક ઘરમાંથી મળી આવ્યા છે.