શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 7 મે 2018 (11:48 IST)

48 કલાકમાં દિલ્હી સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની શક્યતા, હરિયાણામાં શાળા બંધ

રાજધાની દિલ્હી સહિત દેશન 13 જીલ્લામાં આધી વાવાઝોડુ અને વરસાદની ચેતાવણી રજુ કરવામાં આવી રહે છે. માનસૂન પહેલા હવામાનના બદલાયેલા મિજાજથી  લોકોની મુશ્કેલી વધારી દીધી છે.  બેમોસમી વરસાદ ખેડૂતોના પાકને નુકશાન પહોંચાડી રહી છે.  અચાનક આવેલા તોફાને અનેક લોકોનો જીવ લઈ લીધો છે.  આગામી 48 કલાકમાં દેશના 13 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશો માટે સંકટથી ભરેલા છે. હવામાન વિભાગે એલર્ટ રજુ કરતા કહ્યુ છેકે આગામી 48 કલાકમાં કુદરત કહેર વરસાવી શકે છે.   જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશના અનેક સ્થાન પર વાવાઝોડુ અને ઓલાવૃષ્ટિ સાથે વરસાદ થઈ શકે છે. 
પંજાબ અને હિમાચલપ્રદેશમાં તોફોનની આગાહી કરાઇ છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે, આગામી 48થી 72 કલાકમાં હળવો વરસાદ અને તોફાન આવી શકે છે. પશ્વિમ રાજસ્થાનના વિસ્તારોમાં પણ તોફાન આવી શકે છે. હરિયાણાં તોફાનની આશંકાને જોતા સરકારે બે દિવસ સુધી તમામ સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરી હતી. છેલ્લા સપ્તાહમાં આવેલા તોફાનમાં લગભગ 124 લોકોના મોત થયા હતા. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં સૌથી વધુ નુકસાન થયું છે.
મોસમ વિભાગ મુજબ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ અને તેજ હવા ચાલી શકે છે. આ દરમિયાન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ શકે છે. હવામાન ખાતા મુજબ રાજધાની દિલ્હીમાં સોમવારે સામાન્ય વરસાદની સાથે ધૂળ ભરી આંધી આવી શકે છે. મંગળવારે પણ આ સંભાવના યથાવત રહેશે.
હવામાન ખાતાએ જણાવ્યું કે 4 મેના રોજ આવેલ વિનાશકારી તોફાન જેવું આ તોફાન વિકરાળ નહીં હોય. હવામાન ખાતા મુજબ ઉત્તરપૂર્વ રાજસ્થાન અને એના પાડોસી રાજ્યોની ઉપર પશ્ચિમી વિક્ષોભ બનવાના કારણે ઉત્તર ભારતમાં આંધી-તોફાન અને વરસાદ થશે. ચેતાવણીમાં જણાવવામા આવ્યું કે બુધવાર સુધી આંધીની અસર રહેશે.
 
આંધી દરમિયાન સરકાર તરફથી સાવચેતીના પગલાં લેવા માટે પણ માહિતી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું, ઝાડની નીચે કાર પાર્ક ન કરવી. આંધી-તોફાન આવે ત્યારે ઝાડનો સહારો ન લેવો, ખુલ્લા પડેલા અણિદાર ઓજાર, લોખંડનો સામાન, ડબ્બા વગેરે જેવો સામાન સરખી રીતે બાંધી દો અથવા સ્ટોરેજ રૂમમાં બંધ કરી દો. મોટી બારીઓને ટેપ લગાવીને બંધ કરી દો, મકાનના મજબૂત હિસ્સા તરફ ઘરમાં રહો.