શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2018
Written By
Last Modified: જાલંધર , બુધવાર, 25 એપ્રિલ 2018 (16:38 IST)

પાંચ હાર પછી ગંભીરે છોડી દિલ્હીની કપ્તાની, હવે આ ખેલાડી સાચવશે કમાન

. આઈપીએલ-11માં દિલ્હી ડેયરડેવિલ્સના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા ગૌતમ ગંભીરે કપ્તાની છોડી દીધી છે. ટીમ કોચ, મેંબરો સાથે ગંભીરે એક પ્રેસ કૉંફ્રેંસ દરમિયાન ખુલાસો કર્યો. ગંભીરે  કહ્યુ કે અમને આશા હતી કે આઈપીએલ 11માં દિલ્હી ડેયરડેવિલ્સની શરૂઆત સારી રહેશે. કારણ કે અમારી પાસે અનેક સારા પ્લેયર છે જે એકલા હાથે મેચ પલટી નાખવામાં સક્ષમ છે. પણ આવુ થઈ શક્યુ નહી.  અમે પાંચ મેચ હારી ચુક્યા છે. ટીમના ખરાબ પ્રદર્શનની હું જવાબદારી લઉ છુ. હવે યોગ્ય સમય છે કે યોગ યોગ્ય હાથમાં દિલ્હીનુ નેતૃત્વ જાય. હવે દિલ્હીની કમાન શ્રેયસ ઐય્યર સાચવશે.