બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 12 માર્ચ 2020 (10:46 IST)

કોરોનાનો કહેર - સેસેક્સમાં 1821 અંકનો ઘટાડો, નિફ્ટી 470 પોઈંડ ગબડ્યો

કોરોનાવાયરસ અને અમેરિકાની સાથે દુનિયાભરના શેયરોમાં ઘટાડાની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. અમેરિકી સૂચકાંક ડાઉ જોંસમાં એકવાર ફરી રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો તો નૈસ્ડૈક એફટીએસઈ, કોસ્પી, નિક્કેઈ સહિત બધા મુખ્ય સૂચકાંક પણ નીચે ગબડી ગયા. ગુરૂવારે બીએસઈના શેયર સૂચકાંક સેંસેક્સ 1821.27 અંકોના ઘટાડા સાથે ખુલ્યા. સેંસેક્સ 34,003.58 અંકો પર વેપાર કરી રહ્યો છે. આ જ રીતે નિફ્ટી 470 અંકોના ઘટાડા સાથે  9,990.95 અંકો પર વેપાર કરી રહ્યો છે. 
 
બેંક નિફ્ટની વાત કરીએ તો ઈન્ડેક્સ હાલ 2000થી વધુ અંક પટકાઈને 24,419 નજીક કારોબાર કરી રહ્યો છે. કોરોના વાયરસના કારણે એકવાર ફરી ભારતીય શેર બજારમાં જબરદસ્ત કડાકો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ આ પહેલા 1800થી વધુ પોઈન્ટ પટકાયો છે. નિફ્ટી અને સેન્સેક્સમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.
 
સોમવારના ઐતિહાસિક કડાકા બાદ બુધવારે ભારતીય શેર બજાર લીલા નિશાનમાં બંધ આવ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેંજનો 30 શેરવાળો સેન્સેક્સ ઈન્ડેક્સ કારોબારના અંતે 62 અંક વધીને 35,697 નજીક જ્યારે નિફ્ટી 50 આંક માત્ર 7 અંક વધીને સેટલ થયા હતા. પરંતુ આજે ફરી એકવાર કોરોના વાયરસના ભયના માહોલમાં માર્કેટમાં ઉપલા મથાળેથી વેચવાલી વધતા માર્કેટ પટકાયા છે. માર્કેટમાં મોટાભાગે સેક્ટર્સ લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે.