ગુરુવાર, 10 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 7 એપ્રિલ 2025 (09:00 IST)

Stock Market Crash: આજે શેરબજારમાં આવશે તોફાન, GIFT નિફ્ટી 900 પોઈન્ટ ગબડ્યો, એશિયન માર્કેટમાં 10% નો ઘટાડો.

શેરબજારના રોકાણકારો માટે આજનો દિવસ 'બ્લેક મન્ડે' બની શકે છે. સોમવારે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. તેના સંકેતો GIFT નિફ્ટીમાંથી મળી રહ્યા છે. GIFT નિફ્ટી, જે ભારતીય ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50 ના અગ્રણી સૂચક છે, સોમવાર, એપ્રિલ 7 ના રોજ શરૂઆતના વેપારમાં 900 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. આ બેન્ચમાર્ક ઇન્ડેક્સના 4 માર્ચના નીચા 21,964 નજીકની સંભવિત શરૂઆત સૂચવે છે. એટલે કે આજે બજારમાં અરાજકતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે નિફ્ટી 50 એ 4 માર્ચે 21,964નું સૌથી નીચું સ્તર બનાવ્યું હતું, ત્યારબાદ 1,900 પોઈન્ટ્સની રિકવરી થઈ હતી. શુક્રવારના બંધ સુધીમાં ઇન્ડેક્સે 50% રિકવરી ગુમાવી દીધી હતી.
 
દુનિયાભરના બજારોમાં વેચવાલી 
ભારત સહિત  દુનિયાભરના બજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. યુએસ માર્કેટમાં એસએન્ડપી 500 ફ્યુચર્સ ટ્રેડિંગમાં 4.31 ટકા ઘટ્યા છે, જ્યારે નાસ્ડેક ફ્યુચર્સ 5.45 ટકા ઘટ્યા છે.  જાપાનનો નિક્કી 7.8 ટકા ઘટીને 2023ના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. દક્ષિણ કોરિયામાં 4.6 ટકાનો ઘટાડો થયો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ અને તાઈવાનનો બેન્ચમાર્ક 10 ટકા ઘટ્યો છે.

દુનિયાભરના બજારોમાં આટલો મોટો ઘટાડો શા માટે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશો પર ભારે ટેરિફ લાદી છે. આ પછી, ઘણા દેશોએ અમેરિકા પર ટેરિફ વધારીને બદલો લીધો. જેમાં ચીન અને કેનેડા જેવા દેશોનો સમાવેશ થાય છે. ટેરિફમાં વધારાને કારણે સમગ્ર વિશ્વમાં ટ્રેડ વોર ચરમસીમાએ પહોંચવાની સંભાવના છે. આ કારણે વિશ્વભરમાં મોંઘવારી અને મંદીનું જોખમ વધી ગયું છે. જેના કારણે બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.