1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑક્ટોબર 2023 (11:57 IST)

Stock Market: સ્ટોક માર્કેટમાં હાહાકાર, સેંસેક્સ 858 અંક ગબડ્યુ, રોકાણકારોના રૂ. 5.8 લાખ કરોડ સ્વાહા

Stock Market
Share Market Today - શેયર બજારમાં ધમાસાન ચાલુ છે. બીએસઈ સેંસેક્સ (BSE Sensex) એ આજે જોરદાર રીતે ગબડ્યો છે. સવારે 11 વાગીને 42 મિનિટ પર બીએસઈ સેંસેક્સ 858 અંક ગબડીને  63190 અંકની આસપાસ વેપાર કરી રહ્યુ હતુ. નિફ્ટી (NSE Nifty)255 અંકના જોરદાર ઘટાડા સાથે 19000 ના લેવલથી નીચે ગબડીને 18878 ના લેવલ પર વેપાર કરી રહ્યુ હતુ. માર્કેટમાં આજે અત્યાર સુધીના ઘટાડાથી રોકાણકારોની તગડી કમાડી ખતમ થઈ ગઈ. મની કંટ્રોલના સમાચાર મુજબ રોકાણકારોએ 5.8 લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા.  આ પહેલા ઘરેલુ સ્ટોક માર્કેટ (stock market) ગુરૂવારે લાલ નિશાન પર જ ખુલ્યો. બોમ્બે સ્ટોક એક્સચેંજ  (BSE) નો બેંચ માર્કે સેંસેક્સ (Sensex) આજે સવારે માર્કેટ ઓપન થતા જ એટલે 9 વાગીને 15 મિનિટ પર 318 અંક ગબડીને 63730ના લેવલ પર ખુલ્યો. 
 
આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજ (National Stock Exchange) નો ઈંડેક્સ નિફ્ટી (nifty) પણ 96.75 અંક તૂટીને 19025.40 અંક પર વેપાર કરતો જોવા મળ્યો. મની કંટ્રોલના સમાચાર મુજબ માર્કેટ ઓપન થતી વખે આજે નિફ્ટી પર એક્સિસ બેંક, ઈંડસઈંડ બેંક, એચસીએલ ટેકનોલોજીજ સૌથી વધુ લાભમાં રહ્યા. જ્યારે કે ટેક મહિન્દ્રા, હિંડાલ્કો, એમએંડએમ, બજાજ ફિનસર્વ અને એચડીએફસી બેંક ખોટમાં રહ્યા. ઓટો કેપિટલ ગુડસ, ફાર્મા, પાવર ઈંડ્કેસ, આઈટી અને મેટલ સેક્ટરમાં એકથી બે ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો. એશિયાઈ બજારમાં પણ ઘટાડાના સંકેત છે. અહીના માર્કેટમાં લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 
 
પ્રી ઓપનિંગમાં મોટી ઉઠા-પટક 
પ્રી-ઓપનિંગમાં શેયર બજાર ખુલતા જ જોરદાર તેજી જોવા મળી. પણ આગલા જ ક્ષણે જોરદાર ડુબકી મારી. આજે સવારે 9 વાગે બીએસઈ સેંસેક્સ (BSE Sensex) માં 475 અંક ઉછળીને 64524.06 ના લેવલ પર જતુ રહ્યુ હતુ. પણ આગલી જ ક્ષણે સવારે 9 વાગીને 1 મિનિટ પર 134 અંક ગબડીને 63914.86 પર વેપાર કરતુ જોવા મળ્યુ. ઠીક આ જ રીતે એનએસઈ (National Stock Exchange) નો નિફ્ટી (Nifty) પણ પહેલા 14.50 અંકની મજબૂતી સાથે 19136.65 પર ખુલ્યો પણ તરત જ 22 અંક તૂટીને 19099.30 ના લેવલ પર વેપાર કરતો જોવા મળ્યો.