શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી , મંગળવાર, 26 એપ્રિલ 2022 (10:33 IST)

Elon Musk નુ થયુ Twitter! યુઝર્સને શુ થશે ફાયદો, એલૉન મસ્ક કરી ચુક્યા છે જાહેરાત

છેવટે ટ્વિટર (Twitter) એલોન મસ્ક (Elon Musk) નુ થઈ ગયુ. સોમવારે 44 અરબ ડોલરમાં સૌથી પ્રભાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની ડીલ થઈ ગઈ. લાંબા સમયથી એલૉન મસ્ક દ્વારા આને ખરીદવાની ચર્ચા ચાલી રહી હતી. એલૉને 14 એપ્રિલના રોજ ટ્વિટર ખરીદવા માટે 44 અરબ ડોલરની બોલી લગાવી હતી. 
આ ડીલ બાદ ટ્વિટરનો શેર 5.7% વધ્યો છે. 16 વર્ષ પહેલા શરૂ થયેલી સોશિયલ મીડિયા કંપની ફરી એકવાર ખાનગી બનશે. કંપની 2013 માં જાહેર થઈ હતી. ઈલોન મસ્કની વિચારધારા અને નિવેદનો જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ ડીલમાંથી નવા યુઝર્સને શું મળશે.

મસ્કે આપી હતી 43 અબજ ડોલરની ઓફર
ટ્વિટરને ખરીદવા માટે એલન મસ્કે અગાઉ 43 બિલિયન ડોલર એટલે કે લગભગ 3273.44 અબજ રૂપિયાની ઓફર આપી હતી. એને લઈને ટ્વિટરની અંદર જ વિવાદના સમાચારો સામે આવ્યા હતા, પરંતુ હવે 44 બિલિયન ડોલરમાં ડીલ ફાઈનલ થઈ ગઈ છે.
 
બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે કર્યો હતો વિરોધ
ગત દિવસોમાં ટ્વિટર બોર્ડે મસ્કની તરફથી કંપનીના ટેકઓવરને રોકવા માટે ‘પોઈઝન પિલ સ્ટ્રેટેજી’ (Poison Pill Strategy) અપનાવી હતી. જોકે બોર્ડ મેમ્બર્સ આ ડીલ પર વાતચીત માટે તૈયાર થઈ જવાથી એ નિશ્ચિત થયું હતું કે મસ્કે આ Poison Pillનો તોડ શોધી લીધો છે. મસ્ક પાસે અગાઉથી જ ટ્વિટરના 9.2% શેર હતા. સમાચાર એવા પણ છે કે મસ્કે જ્યારે શુક્રવારે કંપનીના અનેક શેરહોલ્ડર્સ સાથે અંગત રીતે મીટિંગ કરી હતી, એના પછી જ ટ્વિટરના વલણમાં બદલાવ આવ્યો.

દરેક યુઝરને મળશે બ્લુ ટિક 
છેલ્લા કેટલાક સમયથી,  યુઝર્સ  ટ્વિટર પર બ્લુ ટિક મેળવવા માટે કોમ્પિટિશન  કરી રહ્યા હતા. બ્લુ ટિક મેળવવા માટે લોકો અનેક રીતે પ્રયાસ કરતા હતા. ઈલોન મસ્કએ કહ્યું કે હવે દરેક યુઝરના એકાઉન્ટ પર બ્લુ ટિક હશે. એલન ટ્વિટરને પ્રાઈવેટ બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે જો મારી ડીલ થઈ જશે તો હું સ્પામ બોટ્સને હરાવીશ. આ પ્લેટફોર્મ પરના દરેક વપરાશકર્તાને પ્રમાણિત કરવામાં આવશે. ટેસ્લાના સહ-સ્થાપક અને હવે ટ્વિટરના માલિક મસ્કે સોમવારે એક ટ્વિટમાં સોશિયલ મીડિયા યુઝર્સને અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે હું આશા રાખું છું કે મારા સૌથી ખરાબ આલોચક પણ ટ્વીટર પર જ રહે, કારણ કે ફ્રી સ્પીચનો આજ મતલબ છે. તેમણે માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ પર પણ કટાક્ષ કર્યો.