ગુરુવાર, 27 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (13:55 IST)

વડોદરાના ક્રિકેટર કૃણાલ પંડ્યાનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું, બિટકોઇનના બદલામાં એકાઉન્ટ વેચવાનું છે તેવી પોસ્ટ મુકી

Vadodara cricketer Krunal Pandya's Twitter account hacked
-કૃણાલે સોશિયલ મીડિયામાં કોઇ ખુલાસો કર્યો નથી
 
વડોદરાના ક્રિકેટર કૃણાલ પંડ્યાનું ટ્વિટર એકાઉન્ટ આજે સવારે હેક થઇ ગયું હતું. જેના પર સાઇબર અટેક કરનારે બિટકોઇન આપી આ એકાઉન્ટ વેચાવાનું છે તેવી પોસ્ટ કરી હતી. જો કે બાદમાં આ એકાઉન્ટ પરથી આવી પોસ્ટ હટી ગઇ હતી. 
 
કૃણાલના એકાઉન્ટ પરથી આ પોસ્ટ હટી ગઇ
ક્રિકેટર હાર્દિક પંડ્યાના ભાઇ કૃણાલ પંડ્યાનું ઓફિયલ ટ્વિટર એકાઉન્ટ આજે સવારે 7:30  વાગ્યે હેક થઇ ગયું હતું. હેકરે કૃણાલના એકાઉન્ટ પર પોસ્ટ મુકી હતી કે, બિટકોઇનના બદલે આ એકાઉન્ટ વેચાવાનું છે. ત્યાર બાદ પણ અન્ય ત્રણ-ચાર પોસ્ટ મુકી હતી. જો કે બાદમાં કૃણાલના એકાઉન્ટ પરથી આ પોસ્ટ હટી ગઇ છે. આ અંગે કૃણાલે સોશિયલ મીડિયામાં કોઇ ખુલાસો કર્યો નથી.
 
કૃણાલને મુંબઇની ટીમે રિટેન્શન યાદીમાં સામેલ નથી
અત્રે ઉલ્લેખનીય છે કે, કૃણાલ પંડ્યા IPLમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતો હતો. જો કે હાર્દિકે પણ અમદાવાદની ટીમ જોઇન કરી લીધી હતી. બીજી તરફ કૃણાલને મુંબઇની ટીમે રિટેન્શન યાદીમાં સામેલ નથી કર્યો તેથી તેને પણ ઓક્શનમાં મુકવામાં આવ્યો છે.