સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2022
Written By
Last Updated : બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (17:09 IST)

lucknow ipl IPL auction- લખનઉ ટીમના નામની જાહેરાત, ટ્વિટર એકાઉન્ટ પર જાહેરાત

lucknow ipl IPL auction લખનઉ ટીમના નામની જાહેરાત
 
ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની નવી સિઝનમાં દસ ટીમો જોવા મળશે, કારણ કે બે નવી ટીમો જોડાઈ છે. આ ટીમોમાંથી એક લખનઉની પણ છે, જેનું આધિકારિક  નામ બહાર આવ્યું છે. લખનઉની IPL ટીમનું નામ લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) તરીકે રાખવામાં આવ્યું છે. લખનઉ ટીમના માલિકોએ તેમની જૂની ટીમ રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ ટીમ જેવું જ નામ રાખ્યું છે. જોકે આ વખતે રાઇઝિંગ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આટલું જ નહીં, લખનઉ ફ્રેન્ચાઈઝી દ્વારા જૂની ટીમનું ટ્વિટર હેન્ડલ પણ ઘણા સમય પહેલા બદલાઈ ગયું હતું.