બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 8 જૂન 2022 (13:02 IST)

આ સ્ટીલ કંપની હજીરાન સંકુલને બનાવશે હરિયાળું, 3.5 લાખ વૃક્ષો ઉગાડી લીલોતરી પાથરશે

પર્યાવરણ જાળવણીના વચનને વચનને સંપૂર્ણ રીતે સમર્પિત આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ તેના હજીરા સંકુલમાં પર્યાવરણીય સુધારણાનાં પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે.
 
ક્લાઈમેટ ચેન્જની અસરને ઘટાડવા માટે યોજના ઘડવામાં આવ્યું છે. જેના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા 2030 સુધીમાં તેની વીજ જરૂરિયાતના લગભગ 45 % પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો દ્વારા પૂરી કરવા પ્રતિબદ્ધ છે. ઉપરાંત, સ્ટીલ મેલ્ટિંગ શોપ્સમાં આયર્ન ઓરની જરૂરિયાત ઘટાડીને સ્ક્રેપનો ઉપયોગ વધારવાની પણ યોજના ઘડવામાં આવી છે. વધુમાં, કોલસાનો વપરાશમાં ઘટાડો કરવા માટે બ્લાસ્ટ ફર્નેસમાં કુદરતી ગેસ અને કોક ઓવન ગેસ ઈન્જેક્શન વધારાશે. એ જ રીતે,અન્ય ઉત્પાદન પ્રક્રિયાઓમાં વરાળથી થતાં ઉત્પાદનને યથાવત રાખવા માટે સિન્ટર પ્લાન્ટની ગરમ હવાનો ઉપયોગ કરીને બળતણ બચાવવામાં આવશે. 
 
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા હજીરા ખાતે તબક્કાવાર ઉત્પાદન ક્ષમતાને બમણી કરીને વાર્ષિક 18 મિલિયન ટન (MTPA) કરવા માટે રૂ.50,000 કરોડનું રોકાણ હાથ ધરાયું છે. ત્યારે સૂચિત વિસ્તરણ આયોજનો પ્રમાણે, નવા બ્લાસ્ટ ફર્નેસના ટોપ રિકવરી ગેસ ટર્બાઇનનો ઉપયોગ કરીને 350 મેગાવોટ પાવર ઉત્પન્ન કરવામાં આવશે, કોક ઓવન પ્લાન્ટ્માં ડ્રાય કોક(ખનીજ કોલસા)ના શમન માટે વેસ્ટ હીટ રિકવરી બોઈલરના ઉપયોગથી એકત્રિત કરેલી ગરમ હવાનો ઉપયોગ કરાશે અને વધારાના પ્રોસેસ ગેસનો ઉપયોગ કેપ્ટિવ પાવર પ્લાન્ટમાં થશે. આમ, કરવાથી અશ્મિભૂત બળતણના ઉપયોગમાં ઘટાડો નોંધાશે. 
 
આ પ્રસંગે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંતોષ મુંધડાએ જણાવ્યું હતું કે, “અમે ક્લાઈમેટ ચેન્જના વધતા પડકારો હેઠળ, શક્ય તેટલું શ્રેષ્ઠ રીતે પર્યાવરણનું રક્ષણ અને સંરક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. વિશ્વ પર્યાવરણ દિવસએ પૃથ્વી પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા માટે આપણી એકતાને પુનરોચ્ચાર અને પ્રદર્શિત કરવાનો યોગ્ય પ્રસંગ છે. આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ ઉત્સર્જન અને ઉર્જા કાર્યક્ષમતા સામગ્રી સંરક્ષણમાં સુધારો લાવવા માટેના વિવિધ આયોજનો હેઠળ નોંધપાત્ર રોકાણ કર્યું છે,” 
 
આ આયોજન હેઠળ મહત્તમ એસિડ પુનઃપ્રાપ્ત કરીને વેસ્ટ જનરેશન ઘટાડવા માટે એસિડ રીકવરી યુનિટનો પણ સમાવેશ કરાયો છે અને વન-પર્યાવરણ મંત્રાલયના સૂચિત ધોરણો પ્રમાણે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ રૂ.200 કરોડના રોકાણ સાથે નવીનતમ હવા પ્રદૂષણ નિયંત્રણ માટેના પગલાં પણ લાગુ કર્યા છે. 
 
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા ગ્રીન બેલ્ટ વિકસાવવા માટે તેના હજીરા સંકુલમાં 3.5 લાખ વૃક્ષો પણ વાવી રહ્યું છે. ગ્રીન બેલ્ટનો વિકાસ એ વિસ્તારમાં વાયુ, અવાજ અને જમીનના પ્રર્દૂષણને નિયંત્રિત કરીને ટકાઉ વિકાસ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.
 
ઉલ્લેખનીય છે કે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના હજીરા સંકુલમાં પહેલેથી જ 136 હેક્ટરમાં ગ્રીન બેલ્ટ છે. હાલના વૃક્ષોની સંખ્યા 2.89 લાખથી વધુ છે. વૃક્ષારોપણની વ્યાપક ઝુંબેશને પગલે ગ્રીન બેલ્ટ 219 હેક્ટરથી વધુ થઈ જશે
 
હજીરા સંકુલમાં વાવણી કરવામાં આવતાં કેટલાંક વૃક્ષોની પ્રજાતિઓમાં લીમડો, બંગાળી બાવળ, અમલતાસ, પીળો કેશિયા, ગુલમહોર, પીપળ, વડ, ચંપા, ટ્યૂલિપ, જામુન, ભારતીય બદામ અને અન્ય ઘણી જાતોનો સમાવેશ થાય છે. જે વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે તેની ભલામણ પૂર્વ મુખ્ય વન સંરક્ષક અને ગુજરાત જૈવવિવિધતા બોર્ડના અધ્યક્ષ અશિમ શ્રીવાસ્તવ દ્વારા કરાઈ છે.