સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By

Post Office ની આ 4 સ્કીમ બનાવશે માલામાલ, 12500ના બની જશે 1.03 કરોડ

Govt. Schemes : તમારા માટે આ સરકારી સ્કીમમાં રોકાણ કરવાની સારી તક છે. આ સ્કીમમા રોકાણ કરતા તમે થોડા જ વર્ષોમાં સારુ રિટર્ન મેળવી શકો છો. 
 
Post Office Investment Schemes : જો તમે તમારા અને બાળકોનુ સારા ભવિષ્ય માટે અત્યારેથી પ્લાલિંગ કરવા ઈચ્છો છો તો તમારા માટે આ સરકરી સ્કીમમાં નિવેશ કરવાની સારી તક ચે. સારી સેવિંગ્સ માટે તમે પોસ્ટ ઑફિસ  (Post office Schemes) ની સ્કીમ્સમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં ન માત્ર વિશ્વાસ છે પણ તેમાં ઈંવેસ્ટ કરવા પર તમારા પૈસા ક્યારે ડૂબતો નથી અને હમેશા સિક્યોર રહે છે. પોસ્ટ ઑફિસની આ સ્કીમમાં નિવેશ કરતા તમે થોડા જ વર્ષોમાં સારુ રિટર્ન મેળવી શકો છો. 
 
જો તમે નિવેશ કરવા ઈચ્છો છો તો પોસ્ટ ઑફિસની આ 4 સ્કીમ જોરદાર છે. જેમાં ઈંવેસ્ટ કરીને સારુ નફો મેળવી શકશો આ લિસ્ટમાં પબ્લિક પ્રોવિડંટ ફંડ (PPF), રિકરિંગ ડિપૉઝિટ (RD), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને ટાઈમ ડિપૉઝિટ (TD)  સ્કીમ છે. આ સ્કીમથી થોડા જ વર્ષોમાં મોટુ ભંડોળ બનીને તૈયાર કરી શકે છે. તેની સાથે જ ગ્રાહક તેમના સપનાને પણ પૂરા કરી શકે છે. 
 
પબ્લિક પ્રોવિડેંટ ફંડ (Public Provident Fund)
પબ્લિક પ્રોવિડેંટ ફંડ તમે રોકાણકાર વાર્ષિક વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. તેમજ તેમાં મંથલી વધારે થી વધારે 12500 રૂપિયા એકત્રિત કરી શકો છો. આ સ્કીમની મેચ્યોરિટી 15 વર્ષની હોય છે. જેને તમે આગળ 5-5 વર્ષ સુધી માટે વધારી શકો છો. આ સ્કીમમાં આ સમયે 7.1 ટકાથી વર્ષનુ વ્યાજ મળી રહ્યો છે. જો તમે દર વર્ષે 1.5 લાખ રૂપિયા જમા કરો છો અને 25 વર્ષ સુધી પૈસા કરો છો તો તમને કુળ રોકાણ 37,50,000 રૂપિયા થશે. 25 વર્ષ પછી મેચ્યોરિટી પર 1.03 કરોડ રૂપિયા થઈ જશે કારણ કે તેમાં તમને કંપાઉડિંગ વ્યાજનો પણ લાભ મળે છે. 
 
રિકરિંગ ડિપૉઝિટ Recurring Deposit માં તમે મહીના વધારેથી વધારે કેટલા પણ રૂપિયા એકત્ર કરી શકો છો. તેમાં કોઈ લિમિટ નથી. અહીં જો તમે પીપીએફના જેમ જ મહીને 12,500 જમા કરો છો તો તમારુ મોટ ભંડોળ તૈયાર થઈ શકે છે. RDમાં તમે કેટલા પણ વર્ષ માટે રોકાણ કરી શકો છો. તેમાં 5.8 ટકા વર્ષનુ કંપાઉડિંગ વ્યાજ મળે છે. જો તમે મહત્તમ વાર્ષિક 1,50,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો 27 વર્ષ પછી, ચક્રવૃદ્ધિ વ્યાજ અનુસાર, તમારી રકમ લગભગ 99 લાખ રૂપિયા થશે. આમાં તમારું કુલ રોકાણ રૂ. 40,50,000 લાખ હશે.
 
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (National Saving Certificate)
જો તમે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં રોકાણ કરો છો તો તમે ઈનકમ ટેક્સની ધારા 80 સી હેઠણ એનસીપીમા દરવર્ષે 1.5 લાખ રૂપિયાનુ નિવેશ કરી ટેક્સ છૂટ મેળવી શકો  છો. તેમાં મેચ્યોરિટી પીરિયડ પાંચ વર્ષ હોય છે. તેમાં વાર્ષિક 6.8 ટકાથી વ્યાજ મળી રહ્યો છે. વ્યાહની વાત કરીએ તો બીજા સ્માલ સેવિંગ સ્કીમમા વ્યાજ દરની દરેક ત્રીજા મહીને જ સમીક્ષા કરાય છે પણ એનએસપીમ આં રોકાણના સમયે વ્યાજદર આખી મેન્યોરિટી પીરિયડ સુધી માટે એક જ રહે છે. 
 
ટાઈમ ડિપોઝિટ (Time Deposit)
ટાઈમ ડિપોઝિટ એટકે કે એફડીમાં મહત્તમ થાપણ મર્યાદા નિશ્ચિત નથી. પોસ્ટ ઑફિસ ટાઈમ ડિપૉઝિટના હેઠણ 5 વર્ષની થાપણ પર 6.7 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. જો તમે આ સ્કીમમાં 15 લાખ રૂપિયાનુ રોકાણ કરી સારી કમાણી કરી શકો છો. કારણ કે 6.7 ટકા જો તમને વાર્ષિક વ્યાજ દર મળે છે, તો તમે 30 વર્ષમાં કરોડપતિ બની શકો છો.
(Edited By- Monica Sahu)