ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 15 ડિસેમ્બર 2016 (11:35 IST)

આજે આ સ્થાનો પર 500ની જૂની નોટ ચલાવવાની અંતિમ તિથિ, ત્યારબાદ રહેશે એક જ Option !

1000ના નોટને બજારમાં હવે નથી ચાલી રહી. આ જ રીતે 500ના નોટની પણ આજે અંતિમ તારીખ છે. જો તમારી પાસે પણ 500ના નોટ છે તો તેને આજે ચલાવી લો નહી તો પછી 31 ડિસેમ્બર સુધી બેંકમાં જમા કરાવી દો. મતલબ આજ પછી તમારી પાસે 500ના જૂના નોટને ચલાવવાનો એક જ વિકલ્પ બચશે. બેંકમાં જમા કરાવવાનું. 
 
જો તમારી પાસે 500ના જૂના નોટ છે તો તેને આજે રાત્રે 12 વાગ્યા સુધી ઉપયોગ કરી લો. કારણ કે ત્યારબાદ તે ક્યાય નહી ચાલે. નાણાકીય મંત્રાલયે બુધવારે કહ્યુ કે જૂના 500ના નોટ ચલાવવા માટે આપવામાં આવેલ છૂટ 15 ડિસેમ્બર કે ગુરૂવાર અડધી રાત સુધી માટે છે. આર્થિક મામલાના સચિવ શશિકાંત દાસે બુધવારે ટ્વીટ કરી કહ્યુ કે મીડિયાના એક ગ્રુપ દ્વારા એ સમાચાર ચલાવવા  કે નોટ 14 ડિસેમ્બર સુધી ચાલશે એ ખોટી છે. 
 
સરકારે 500 રૂપિયાના જૂના નોટના  ઉપયોગની 15 ડિસેમ્બર સુધી છૂટ આપી રાખી હતી અને ગુરૂવાર પછી આ નોટ 30 ડિસેમ્બર સુધી કોઈપણ બેંકમાં જઈને જમા કરાવી શકો છો. 500ના જૂના નોટ આગામી 31 માર્ચ સુધી બદલી શકાશે. આ માટે રિઝર્વ બેંક ઓફ ઈંડિયા જવુ પડશે. બીજી બાજુ 30 ડિસેમ્બર સુધે તેને તમારા બેંક ખાતામાં જમા કરાવવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. પણ આ નોટો ચલાવવા માટે ગુરૂવારનો દિવસ છેલ્લો છે. આ પહેલા 24 નવેમ્બરના રોજ 1000ના જૂના નોટ ચલણમાંથી બહાર કરવામાં આવ્યા હતા. 
 
આજે અહી ચાલી શકે છે 500 રૂપિયાના જૂના નોટ 
 
!. સરકારી હોસ્પિટલ અને દવાની દુકાન પર.. ડોક્ટરની લખેલી ચિઠ્ઠી બતાડવી અનિવાર્ય 
2. રસોઈ ગેસના સિલેંડર લેવા દરમિયાન 
3. રેલવે ટિકિટ કાઉંટરો પર ટિકિટ લેવા દરમિયાન 
4. રેલ યાત્રા દરમિયાન કેટરિંગ સેવાઓનો ઉપયોગ કરવા દરમિયાન 
5. કંજ્યૂમર કો-ઓપરેટિવ સ્ટોર પર અને આ સ્ટોરમાંથી એકવારમાં 5000 રૂપિયા સુધીની ખરીદી કરી શકાય છે. 
6. કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકૃત દૂધ સેંટરો પર. 
7. રાજ્ય બસોમાં મુસાફરી કરવા ટિકિટ લેવા દરમિયાન 
8. સ્મશાન ઘાટ પર 
9. સબ-અર્બન, મેટ્રો રેલ સર્વિસેઝની ટિકિટ ખરીદી અને મેટ્રો કાર્ડ રિચાર્જ કરવા દરમિયાન 
10. પુરાત્વ વિભાગ દ્વારા સંરક્ષિત કોઈપણ સ્મારકનો પ્રવેશ ટિકિટ ખરીદવા દરમિયાન 
11. કેન્દ્ર રાજ્ય, મ્યુનિસિપલ અને લોકલ બોડીઝમાં ફી, ચાર્જેસ, ટેક્સેજ દંડ ભરવા માટે 
12. યૂટિલિટી ચાર્જેસ જેવા કે પાણી, વીજળીનુ બીલ. જો કે તેમને કોઈપણ પ્રકારનુ એંડવાંસમાં ભરવા માટે નોટ માન્ય નથી. 
13. કોર્ટ ફીસના રૂપમાં જૂના નોટ માન્ય 
14. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત શાળામાં 2000 રૂપિયા પ્રતિ વિદ્યાર્થી સુધી સ્કૂલ ફી આપી શકાય છે. સાથે જ કેન્દ્ર 
 
રાજ્યના કોલેજોની ફી. 
15 500 રૂપિયાના પ્રી પેડ ટૉપ અપ રીચાર્જ કરાવી શકાય છે.