શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (14:16 IST)

Railway News : હવે Busy સ્ટેશનો પર યુઝર ચાર્જ વસૂલ કરશે રેલવે, થોડી મોંઘી થઈ જશે ટ્રેન ટિકિટ

જો તમે વધુ ગીર્દીવાળા સ્ટેશનોથી કોઈ ટ્રેન પકડશો તો તમારી યાત્રા થોડી મોંઘી થઈ શકે છે. વ્યસ્ત સ્ટેશનો પર મુસાફરો પાસેથી 'યુઝર ફી' વસૂલવા માટે રેલવેએ એક લિસ્ટ તૈયાર કર્યુ  છે. યુઝર ચાર્જ હવે એર ટિકિટની જેમ જ ટિકિટના ભાવમાં જ સામેલ કરવામાં આવશે, જો કે, આ ખૂબ જ મામુલી રહેશે. રેલવે આ રૂપિયા સ્ટેશનોના પુર્નવિકાસ અને ત્યાંના ઈંફ્રાસ્ટ્ર્ક્ચરને આધુનિક લુક આપવામાં ખર્ચ કરશે.
 
રેલવે બોર્ડના સીઇઓ અને અધ્યક્ષ વી.કે. યાદવે કહ્યું કે, 'અમે યુઝર ચાર્જ તરીકે ખૂબ ઓછી રકમ વસૂલ કરીશું. અમે એવા સ્ટેશનો પર યુઝર ચાર્જ લેવા   માટે એક સૂચના જાહેર કરીશું જેને રિડેવલોપમેંટ કરવામાં આવી રહ્યા છે કે કર્યા છે' તેમણે કહ્યું કે જ્યાં સુધી સ્ટેશનોના પુનર્વિકાસનું કામ ચાલુ રહેશે ત્યાં સુધી યુઝર ચાર્જ તરીકે વસૂલવામાં આવેલી રકમનો ઉપયોગ સ્ટેશનો પર મુસાફરોને સારી સુવિધા આપવા માટે કરવામાં આવશે. યાદવે કહ્યું કે સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી પૂર્ણ થયા બાદ આ રકમથી ટિકિટ કંસેસશનથી થનારા નુકશાનની ભરપાઈ કરવામાં આવશે. 
 
તેમણે કહ્યું કે યુઝર ચાર્જ એટલો ઓછો હશે કે મુસાફરોને મુશ્કેલી ન પડે. યાદવે કહ્યું કે આ જરૂરી છે કારણ કે ભારતીય રેલ્વે તેના મુસાફરોને વિશ્વકક્ષાની સુવિધા પૂરી પાડવાપર જોર આપી રહી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું દરેક રેલ્વે સ્ટેશન પર યુઝર ચાર્જ  લેવામાં આવશે, યાદવે કહ્યું કે 7 હજાર રેલ્વે સ્ટેશનો છે જેમાંથી  ફક્ત 10 થી 15 ટકા સ્ટેશનો પર જ લેવામાં આવશે. આ 700 થી 750 રેલ્વે સ્ટેશનો એવા હશે જ્યાં આગામી પાંચ વર્ષોમાં ભીડ વધવાની સંભાવના છે.
 
અમે યુઝર્સ ચાર્જ તરીકે ખૂબ ઓછી રકમ વસૂલ કરીશું. અમે એવા સ્ટેશનો પર યુઝર્સ ચાર્જ એકત્ર કરવા માટે એક સૂચના જાહેર કરીશું જે ફરીથી વિકસિત કરવામાં આવી રહ્યા છે અથવા ફરીથી વિકસિત થઈ ગયા છે. 
 
આ પહેલા  રેલવે અધિકારીઓએ ઘણી વખત અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, વિકસિત સ્ટેશનો પર જ યુઝર ચાર્જ લેવામાં આવશે. રેલ્વે મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, "સુવિધાઓની તુલનામાં કોઈ યુઝર ચાર્જ નહીં હોય." યુઝર ચાર્જ એકત્રિત કરવાની પ્રક્રિયા ધીમે ધીમે શરૂ થશે અને ધીરે ધીરે  10 થી 15 ટકા સ્ટેશનો પર લાગુ થશે. રેલવે મંત્રી પિયુષ ગોયલે પણ લોકસભામાં લેખિત જવાબમાં તેની ચોખવટ  કરી છે.