શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 29 ડિસેમ્બર 2021 (08:29 IST)

Who Replace Mukesh Ambani: ઈશા, અનંત કે આકાશ... કોણ લેશે મુકેશ અંબાનીનુ સ્થાન, રિલાયંસમાં થવાનો છે મોટો ફેરફાર

Who Replace Mukesh Ambani: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ મંગળવારે પોતાના બિઝનેસ ગ્રુપમાં નેતૃત્વ પરિવર્તનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેઓ વરિષ્ઠ સહયોગીઓ સાથે યુવા પેઢીને નેતૃત્વ  સોંપવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માંગે છે. દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ અંબાણીએ દેશની સૌથી મૂલ્યવાન કંપનીમાં પોતાના ઉત્તરાધિકાર પર પ્રથમ વખત કોઈ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, "રિલાયન્સ હવે મહત્વપુર્ણ  નેતૃત્વ પરિવર્તનની પ્રક્રિયાનો એક ભાગ છે."
 
ત્રણ બાળકોના પિતા છે મુકેશ અંબાણી 
 
મુકેશ અંબાણીએ પોતાના પિતા ધીરુભાઈ અંબાણી પાસેથી રિલાયન્સ ગ્રુપનુ નેતૃત્વ સાચવ્યુ હતુ.  હવે 64 વર્ષના મુકેશ અંબાણીએ પોતાના પિતાના જન્મદિવસ પર આયોજિત કાર્યક્રમમાં ઉત્તરાધિકાર સોંપવાની પ્રક્રિયા શરૂ કરવાની માહિતી આપી. તેમને બે પુત્રો આકાશ અને અનંત અને એક પુત્રી ઈશા છે.
 
આ અવસર પર બોલતા અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ ) આવનારા વર્ષોમાં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને મજબૂત કંપનીઓમાંની એક હશે. જેમા  સ્વચ્છ અને ગ્રીન એનર્જી સેક્ટર ઉપરાંત, છુટક અને ટેલિકોમ્યુનિકેશન બિઝનેસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે જે અભૂતપૂર્વ દરે વધી રહ્યો છે.
 
 યુવા પેઢીના હાથમાં જશે રિલાયન્સની બાગડોર
 
તેમણે કહ્યુ કે “મોટા સપનાં અને અશક્ય લાગતાં ધ્યેયો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે, યોગ્ય લોકોને જોડવા અને યોગ્ય નેતૃત્વ હોવું મહત્વપૂર્ણ છે. રિલાયન્સ હવે નોંધપાત્ર નેતૃત્વ પરિવર્તનની દિશામાં છે. આ ફેરફાર હવે મારી પેઢીના વરિષ્ઠોથી લઈને નવી પેઢીના લોકોમાં આવશે. તેમણે કહ્યું કે તેઓ પ્રક્રિયાને ઝડપી બનાવવા માંગે છે.
 
અંબાણીએ પોતાના સંબોધનમાં કહ્યું , 'મને લઈને  તમામ વરિષ્ઠોએ હવે રિલાયન્સમાં અત્યંત સક્ષમ, પ્રતિબદ્ધ અને પ્રતિભાશાળી યુવા નેતૃત્વ વિકસાવવું જોઈએ. આપણે તેમને માર્ગદર્શન આપવું જોઈએ, તેમને સક્ષમ કરવા જોઈએ અને પ્રોત્સાહિત કરવું જોઈએ. અને જ્યારે તેઓ આપણા કરતાં વધુ સારું પ્રદર્શન કરતા જોવા મળે, ત્યારે આપણે આરામથી બેસીને તાળીઓ પાડવી જોઈએ. જોકે તેણે વધુ વિગતો આપી ન હતી. આ નિવેદન પર ટિપ્પણી માટે કંપની તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.