શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 7 માર્ચ 2020 (10:50 IST)

Yes Bank: રાણા કપૂર વિરુદ્ધ લુક આઉટ નોટિસ રજુ, મની લૉન્ડ્રિંગના હેઠળ કેસ નોંધાયો

યસ બેંકના પૂર્વ સીઇઓ રાણા કપૂર વિરુદ્ધ લુક આઉટ નોટિસ રજુ  કરવામાં આવી છે. તે જ સમયે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની ટીમ પણ તેની શોધ માટે મુંબઇ સ્થિત તેના ઘરે પહોંચી હતી. આ દરમિયાન તેમના નિવેદનો પણ રેકોર્ડ કરવામાં આવ્યા હતા.
 
ઇડીની ટીમે મની લોન્ડરિંગ (પીએમએલએ) હેઠળ રાણા કપૂર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ પછી, ઇડીએ રાણા કપૂરના ઘરની તપાસ કરી.  ડીડીએફએલ કૌભાંડ સંદર્ભે રાણા કપૂરના ઘરે ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તે જ સમયે, રાણા કપૂરના નિવેદનો પણ રેકોર્ડ કરવામાં આવ્યા હતા.
 
ઉલ્લેખનીય છે કે ડીએચએફએલ પર  નકલી કંપનીઓ અને એક લાખ નકલી ગ્રાહકોની મદદથી આશરે 13,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. આ જ કેસમાં રાણા કપૂરના ઘરની તાપસ કરવામાં આવી હતી. બીજી બાજુ  રાણા કપૂર વિરુદ્ધ લુક આઉટ નોટિસ પણ આપવામાં આવી છે જેથી તે દેશ છોડીને વિદેશ ભાગી ન જાય. ઈડીની ટીમે એવા સમયે રાણા કપૂરના ઘરની શોધ કરી છે જ્યારે યસ બેંક સંકટમાંથી પસાર થઈ રહી છે
 
સંકટમાં યસ બેંક 
 
યસ બેંકની શરૂઆત વર્ષ 2004 માં રાણા કપૂર અને અશોક કપૂર દ્વારા કરવામાં આવી હતી, જેમને તે સમયે દિગ્ગજ પ્રોફેશનલ માનવામાં આવતા હતા. રાણા કપૂરે દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી અભ્યાસ કર્યા પછી ન્યુ જર્સીની રટગર્સ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું હતુ. તેમ ણે 16 વર્ષ સુધી બેંક ઓફ અમેરિકામાં નોકરી કરી હતી. 
 
ઉલ્લેખનીય છે કે દેશના ઘણા દિગ્ગજ વ્યાવસાયિકો દ્વારા શરૂ કરાયેલ ખાનગી ક્ષેત્રની યસ બેન્ક કટોકટીમાં ફસાયેલી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના બોર્ડનું સંચાલન પોતાનાહાથમાં લઇ લીધુ છે અને આ મહિનામાં 50 હજાર રૂપિયા ઉપાડવાની મર્યાદા નક્કી કરી છે. સરકારે આ કટોકટીને પહોંચી વળવા કવાયત પણ શરૂ કરી દીધી છે.

કોણ છે રાણા કપૂર 
 
યસ બૅન્કની દેશમાં 1100થી વધારે શાખાઓ છે અને બૅન્કમાં 21,000થી વધારે કર્મચારીઓ કામ કરે છે. બૅન્કની હાલત ખરાબ છે એવા સમાચારો તો પહેલાં આવવા શરૂ થઈ જ ગયા હતા પણ બૅન્કનું બોર્ડ લોકોને ભરોસો આપતું હતું કે એમની થાપણો બૅન્કમાં સુરક્ષિત છે અને બૅન્ક નહીં ડૂબે.
 
હવે રિઝર્વ બૅન્કે બોર્ડને બરખાસ્ત કરી વહીવટદારની નિમણૂક કરી છે અને ગ્રાહકોને પણ પચાસ હજાર રૂપિયા ઉપાડી શકવાની મર્યાદા બાંધી આપી છે. અમુક સંજોગોમાં વધારે રકમ ઉપાડી શકાશે એમ પણ કહેવામાં આવ્યું છે. અત્યારે યસ બૅન્કની બેહાલી પર એક નામ ચર્ચામા છે અને તે છે રાણા કપૂરનું.
 
યસ બૅન્કની સ્થાપના રાણા કપૂર અને તેમના સંબંધીઓએ વર્ષ 2003માં કરી હતી. કેટલાંક વર્ષો પહેલાં બૅન્કિંગ ક્ષેત્રમાં એક લાઇન ઘણીવાર બોલાતી, ''જો તમને કોઈ લૉન નથી આપી રહ્યું તો રાણા કપૂર ચોક્કસ લૉન આપશે.''
 
એક દાયકા સુધી આ વાત સાચી પણ પડતી રહી. લોકોને રાણા કપૂરની કાબેલિયત પર ભરોસો હતો. 
 
 
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં યસ બૅન્કના માટે એવું લખવામાં આવ્યું છે કે રાણા કપૂર કોઈપણ જોખમી દેવાદારને લૉન આપતા પહેલાં વિચારતા ન હતા.
 
યસ બૅન્કના સ્થાપક રાણા કપૂર યસ બૅન્કના ડિરેક્ટર અને સીઈઓ રહી ચૂક્યા છે.
 
રાણા કપૂર પોતાની વ્યક્તિગત નેટવર્કિંગ ક્ષમતાનો ઉપયોગ લૉન આપવા અને વસૂલવામાં કરતા હતા. જેના કારણે યસ બૅન્ક બીજી બૅન્કોથી અલગ બની હતી.
 
''કરજ કેવી રીતે વસૂલવું તે રાણા કપૂર પાસેથી શીખો'' એવી વાતો બૅન્કિંગ ક્ષેત્રમાં થતી અને તેમનું ઉદાહરણ આપવામાં આવતું.
 
ત્યાં સુધી કે જ્યારે કિંગફિશર ઍરલાઇનમાં સરકારી બૅન્કોના હજારો કરોડ ડૂબી રહ્યા હતા ત્યારે રાણા કપૂર યસ બૅન્કના પૈસા કેવી રીતે પાછા વસૂલવા તેની તૈયારીમાં લાગેલા હતા અને એમાં એમણે ઘણી સફળતા પણ મેળવી હતી.
 
વર્ષ 2008માં વૈશ્વિક મંદી વચ્ચે અમેરિકા સહિત અનેક દેશોની બૅન્કોની હાલત ખરાબ થઈ રહી હતી ત્યારે પણ રાણા કપૂરે યસ બૅન્કને બચાવી લીધી.