1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 20 જુલાઈ 2013 (13:30 IST)

એર ઈંડિયાની 400 એરહોસ્ટેસો ફરાર છે

:
P.R
એક સમય એવો હતો કે જ્યારે એરહોસ્ટેસની નોકરી માટે હરીફાઈ લાગતી હતી પરંતુ વીતેલા કેટલાંક સમયથી વિમાન સેવા બંદોબસ્તમાં આવેલા ચડાવ-ઉતારની અસર આ ગ્લેમરસ જોબ ઉપર પણ જોવા મળી રહી છે. એરહોસ્ટેસો હવે આ પ્રોફેશન જોબથી દૂર જવા લાગી હતી. સરકારી વિમાન સેવા કંપની એર ઈન્ડીયાની 400 એરહોસ્ટેસો ફરાર છે. આ તમામ એર હોસ્ટેસો બે વર્ષથી રજા પર છે પણ તેમાંથી એકપણ પરત આવી નહીં.

સૂત્રોએ આપેલી વિગતો અનુસાર એર ઈન્ડીયાએ પોતાના 3600 કેબિન ક્રૂના સભ્યોમાંથી 400 એર હોસ્ટેસને ફરાર ઘોષિત કરી છે. એક એવો અંદાજ લગાવવામાં આવી રહી છે કે આ કદમ તેમને બરખાસ્ત કરવા માટે ઉઠાવવામાં આવ્યુ છે. ફરાર એર હોસ્ટેસમાં સગભગ 300 એરહોસ્ટેસો તો દિલ્હીની રહેવાસી છે.

એક વરિષ્ઠ અધિકારી પ્રમાણે જો પગાર અનિયમિત હોવાના કારણે તેઓએ બીજી કંપની જોઈન કરી છે તો તેમણે રાજીનામુ આપી દેવું જોઈએ. આ અંગે તપાસ ટૂંક સમયમાં પૂરી થશે અને આ ફરાર એર હોસ્ટેસ સામે સખત કદમ ઉઠાવવામાં આવશે.