ગુરુવાર, 18 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી , બુધવાર, 22 એપ્રિલ 2009 (19:41 IST)

ખાંડ સંગ્રહખોરો સામે કડકાઇ

ખાંડ સંગ્રહખોરો સામે કડકાઇનવી દિલ્લી
દેશમાં ખાંડના વધી રહેલા ભાવ માટે સરકારે સંગ્રહખોરોને જવાબદાર ઠરાવ્યા છે. સરકારે ચેતવણી આપી છે કે દેશમાં ખાંડનો પુરતો પુરવઠો હોવા છતાં આ પ્રકારે ભાવ વધારો કરનારા સામે આકરા પગલા ભરવામાં આવશે. ભાવને કાબુમાં રાખવા માટે સરકાર દ્વારા વખતો-વખત લેવામાં આવતા પગલા ટુંક સમયમાં પરિણામ લાવશે.

ખાદ્યાન્ન મંત્રાલયના મુખ્ય ડાયરેકટર (ખાંડ) આર.પી. ભગરીયાએ જણાવ્યું હતું કે જો કે દેશમાં ખાંડના પુરવઠાની કોઈ જ કમી નથી. તેમ છતાં તાજેતરમાં ખાંડના ભાવ વધી રહ્યા છે તે સંગ્રહખોરો દ્વારા પુરવઠામાં ઊભી કરવામાં આવેલી રૂકાવટને કારણે વધ્યાં છે.

આ ભાવ વધારામાં ભૂંડી ભૂમિકાને નકારી શકાય નહિં. તેમણે કહ્યું હતું કે આ પ્રકારે કૃત્રિમ તંગી સર્જનારા સંગ્રહખોરો સામે સરકાર પગલા લેવા વિચારી રહી છે.