શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

નોટ છાપનારી શાહી દેશમાં જ તૈયાર થવી જોઈએ-મોદી

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રાજ્યમાં આવેલ રસાયણ ઉદ્યોગની નોટ છાપવામાં કામ આવનારી શાહી બનાવવાના પડકારને સ્વીકાર કરવાનુ કહ્યુ છે.

તેમણે કહ્યુ કે વર્તમાનમાં ભારત કરંસી નોટો માટે વર્ષના લગભગ 300 કરોડ રૂપિયાના મૂલ્યની શાહીની આયાત કરે છે.

મોદીએ કહ્યુ - ગુજરાતમાં રસાયણ ઉદ્યોગનો મજબૂત આધાર છે, જે રસાયણો અને સહાયક ઉત્પાદોનુ ઘરેલુ અને વિદેશી બજારો માટે વિનિર્માણ કરે છે. તમે કરંસી નોટમાં વપરાનારી ઉચ્ચ ગુણવત્તાવાળી શાહી તૈયાર કરવાના પડકારને સ્વીકારતા કેમ નથી, જેથી દેશને શાહી આયાત ન કરવી પડે. તેમને ઉદ્યોગને રસાયણ ક્ષેત્રમાં અનુસંધાન અને વિકાસ ગતિવિધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને રાજ્યના અનુસંધાન અને વિકાસનુ કેન્દ્ર બનાવવાનુ આશ્વાસન આપ્યુ.