ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: વડોદરા. , મંગળવાર, 21 એપ્રિલ 2009 (16:01 IST)

પ્રથમ નેનો પ્રથમ મહિલા ફોટોગ્રાફરને

96 વર્ષીય પ્રથમ મહિલા ફોટોગ્રાફર હોમાઈ વ્યારાવાલાનું નેનો કાર ચલાવવાનું સપનું ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યુ છે.કારણ કે ટાટા મોટર્સે આ ખ્યાતિ પ્રાપ્ત મહિલા ફોટોગ્રાફરને પ્રથમ નેનો આપવાનો નિર્ણય કર્યો છે.

વ્યારાવાલા નેનો માટે પોતાની 55 વર્ષ જુની ફિયાટ વેચવા તૈયાર છે. સેંટ્રલ બેંક ઓવ ઈંડિયાની આસિસ્ટેંટ જનરલ મેનેજર સુલભા પાંડેએ તેમની પાસેથી 95 હજાર રૂપિયા લીધા. અને કહ્યુ કે વરિષ્ઠ ફોટો પત્રકારને નેનો કાર ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ.

ટાટાનો આભાર...
વ્યારાવાલાએ કહ્યુ કે હું ઘરમાં એકલી રહું છું અને મારી જરૂરીયાતની ચીજવસ્તુઓ જાતે જ બજારમાંથી ખરીદવા જાઉ છું. તેના માટે મારી પાસે કાર હોય તો તે મારી માટે સુવિધાસભર બની રહે છે. ટાટા મોટર્સે સામે ચાલીને મને પ્રાથમિકતા બતાવી તેના માટે હું તેમની આભારી છું.