ભારતીયો માટે વીઝા નિયમ કડક
બ્રિટનમાં જાન્યુઆરીથી બ્રિટન આવનરા ભારતીય આઈટી ધંધાર્થીઓ માટે નિયમો સખત કરી દેવામાં આવ્યા છે. આવતા વર્ષથી કંપનીના ભીતરી સ્થાનાંતરણ વર્ગના હેઠળ ફક્ત એ જ કર્મચારીઓ માટે વીઝા રજૂ કરવામાં આવશે, જે કંપનીમાં ઓછામાં ઓછા એક વર્ષ જૂના હોય. વર્તમાનમાં મુદત છ મહિનાની છે. આ ઉપરાંત કંપનીની અંદર કામ કરતા સ્થાનાંતરણ હેઠળ બ્રિટન આવનારા આઈટી ધંધાર્થીઓને પાંચ વર્ષ રહ્યા પછી પણ અહીં સ્થાયી રૂપે વસવાની અનુમતી નહી આપવામાં આવે.