બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2013 (10:23 IST)

મોદીની જીત શેર માર્કેટમાં બુલનો સંકેત, જાણો કેવુ રહેશે 2014 શેર માર્કેટ માટે ?

P.R

ગોલ્ડમન સૈક્સ અસેટ મેનેજમેંટના ફોર્મર ચેયરમેન જીમ ઓ નીલે આપેલ એક ઈંટરવ્યુમાં તેમના કહેવા મુજબ ચૂંટણી પછી ભારતીય શેર બજાર માટે ટર્નિગ પોઈંટ આવી શકે છે. અહી રજૂ કરીએ છીએ તેમને પૂછવામાં આવેલ પ્રશ્નો અને તેમના જવાબ.

સ્ટોક માર્કેટ માટે 2014 કેવુ રહેશે ?

કરેંસી બજારને જોતા લાગી રહ્યુ છે કે ગ્લોબલ ઈકોનોમીની પરિસ્થિતિ સારી થઈ રહી છે. ખાસ કરીને વિકસિત દેશોની. ચીન પણ આ ક્લબનો એક ભાગ છે. બીજી બાજુ અમેરિકા અને જાપાને માટે આ વર્ષ સારુ રહ્યુ છે. ત્યા બોંડ બીલ્ડ વધી શકે છે. અમેરિકામાં રાહત પેકેજનુ કમબેક ચર્ચા ચાલુ રહેશે. જે સ્ટોક માર્કેટ્ના હિસાબે નેગેટિવ છે. તેથી આપણે ઈનવેસ્ટમેંટમાં તક પર ડિપેંડ રહેવુ પડશે.

આવતા વર્ષે ટોપ 3 ઈમર્જિંગ માર્કેટ્સ કોન હશે ?

ચીન આ બાબતે નંબર વન પર છે. મને આફ્રિકી માર્કેટ પસંદ છે. ભારતમાં લોકસભા ચૂંટણીના પરિણામ બજાર માટે ખૂબ જ મહત્વના છે. લોકોના વિચાર જોઈને લાગે છે કે નરેન્દ્ર મોદીની લીડરશિપમાં લોકસભા ચૂંટણીમાં બીજેપીની જીત શેર બજાર માટે સારા સમાચાર રહેશે. હુ એવુ નથી કહી રહ્યો કે તે ચૂંટણી જીતશે, પણ જો તે જીતશે તો બજાર સારુ રહેશે.

શુ લોકસભા ચૂંટ્ણી પછી ભારત માટે ટર્નિંગ પોઈંટ આવશે ?

છેલ્લા બે ત્રણ વર્ષથી હુ ભારતનો આલોચક રહ્યો છુ. આ દરમિયાન અહી કશુ પણ સારુ નથી થયુ. નરેન્દ્ર મોદીએ ગુજરાતમા ખૂબ સારુ કામ કર્યુ છે. તેથી તેમની પાસેથી નેશનલ લેવલ પર પણ એવી જ આશા રાખી શકાય છે. જો ભારત પાકો ઈરાદો બતાવે છે તો તેની અનેક મુશ્કેલીઓ રાતોરાત દૂર થઈ શકે છે. તેથી જો મોદી ચૂંટણી જીતશે તો તે નેશનલ લેવલ પર પણ એ જ સાબિત કરી શકે છે. જો કે આ સહેલુ નહી હોય..

શુ તમને શેર બજારની હાલત જોઈને નથી લાગતુ કે અમેરિકી રાહત પેકેજનું કમબેક ખૂબ ખરાબ નહી હોય ? આ એક ઈકનોમિક રિકવરીનો પણ સંકેત હોઈ શકે છે ?

બજાર પર રાહત પેકેજના કમબેકની થોડીઘણી અસર પદી ચુકી છે. તેથી જો તેની શરૂઆત ડિસેમ્બરમાં થાય છે તો માક્રેટ આનાથી ખૂબ જલ્દી બહાર આવશે. જો અમેરિકી ઈકોનોમીની આશા કરતા વધુ મજબૂતીને કારણે રાહત પેકેજ પરત લેવામાં આવે છે તો આ એક ખરાબ સમાચાર નહી હોય.

છેલ્લા છ મહિનામાં ભારતમાં કરેંસીને સ્ટેબલ બનાવવા માટે અનેક પગલા લેવાયા છે. ઈટરેસ્ટ રેટમાં પણ વધારો થયો છે. કરેંટ એકાઉંટ ડેફિસિટના પણ ટારગેટથી ઓછા રહેવાની આશા છે. શુ આનો મતલબ એ લગાવવો જોઈએ કે ભારત માટે ખરાબ સમય ખતમ થઈ ચુક્યો છે ?

લોકો ભારત અને રૂપિયાથી વધુ જ ચિંતિત થઈ ગયા હતા. જો કરેંટ એકાઉંટ ડેફિસિટના બાબતે હાલત સુધરી રહ્યા છે અને તમારી અપસે મોદી અને સપ્રોટિવ કૈબિનેત છે તો, એફડીઆઈ વધારવા માટે અનેક પોલીસીઓનું એલાન કરી શકાય છે. રૂપિયો મિડ 50 રેંજમાં ફરી આવી શકે છે. આ અશક્ય નથી.