સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Updated : બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (15:36 IST)

નિબંધ- 14 સેપ્ટેમ્બર હિંદી દિવસ

14 સેપ્ટેમબર હિંદી દિવસ Essay Hindi diwas 
વિશ્વની બીજી સૌથી મોટી ભાષા છે હિંદી. ચીની ભાષા પછી આ વિશ્વમાં સૌથી વધારે બોલીએ છે. ભારત અને બીજા દેશોમાં 60 કરોડથી વધારે લોકો હિંદી બોલતા વચતા અને લખે છેૢ 
 
આટલું જ નહી ફિજી, મોરીશસ, ગુયાના, સુરીનામ જેવા બીજા દેશોમાં વધારેપણ લોકો હિંદી જ બોલે છે. ભારતથી લાગેલા નેપાલીની પણ કેટલાક લોકો હિંદી બોલે છે. આજે હિંડી રાજભાષા, સંપર્ક ભાષા જનભાષાના સોપાનોને પાર કરી વિશ્વભાષાની તરફ અગ્રસર છે. 
 
હિંદી ભાષા પ્રેમ, મિલન અને સૌહાર્દની ભાષા છે. આ મુખ્યરૂપથી આર્યો અને પારસીઓની દેન છે. હિંદી વધારેપણુ શબ્દ સંસ્કૃત, અરબી અને ફારસી ભાષાથી લીધેલા છે. હિંદી તેમનામાં એક સમર્થ ભાષા છે. પ્રકૃતિથી ઉદાર ગ્રહણશીલ, સહિષ્ણુ અને ભારતની રાષ્ટ્રીય ચેતનાની સંવાહિકા છે હિંદી. 
 
આ વિશ્વની એક પ્રાચીન, સમૃદ્ધ અને મહાન ભાષા હોવાની સાથે અમારી રાજ્યભાષા પણ છે. ભારતની સ્વતંત્રતા પછી 14 સેપ્ટેમબર 1949ને સંવિધાન સભાએ એમતથી આ નિર્ણય લીધું કે હિંદી જ ભારતની રાજભાષા હશે.  આ મહત્વપૂર્ણ નિર્ણય પછી જ હિંદીને દરેક ક્ષેત્રમાં પ્રચારિત પ્રસારિત કરવા રાશ્ટ્રભાષાનો પ્રચાર સમિતિ વર્ધાના અનુરોધ સન 1953થી સંપૂર્ણ ભારતમાં 14 સેપ્ટેમબર હિંદી દિવસના રૂપમાં ઉજવાય છે. 
 
અંતરાષ્ટ્રીય સ્તર પર  હિંદીના પ્રત્યે જાગરૂકતા પેદા કરવા અને હિંદીના પ્રયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી વિશ્વ હિંદી સમ્મેલન  જેવા સમારોહની પણ શરૂઆત કરાઈ છે. 10 જાન્યુઆરી 1975ને નાગપુરથી શરૂ થયું આ યાત્રા આજે પણ છે. હવે આ દિવસને વિશ્વ હિંદી દિવસના રૂપમાં પણ ઉજવાય છે. 
 
હિંદી ભારતની જ નહી પણ આખા વિશ્વમાં એક વિશાળ ક્ષેત્ર અને જનસમૂહની ભાષા છે. 1952માં ઉપયોગ કરાતી ભાષાના આધારે આ વિશ્વમાં પાંચમા ક્રમાકે હતી. 1980ની આસપાસ તે ચીની અને અંગ્રેજી પછી ત્રીજા સ્થાન પર આવી ગઈ.