મંગળવાર, 30 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Modified: મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (14:25 IST)

કૂતરા પર નિબંધ

essay on Dog
કૂતરાને માણસનું પ્રિય પાલતુ પ્રાણી ગણવામાં આવે છે.માણસ અને કૂતરા વચ્ચેના પ્રેમના કારણે કૂતરો આજે દરેક ઘરનું પાલતૂ વફાદાર પ્રાણી તરીકે નામના પામ્યો છે. ઘણા ડોગ લવર લોકો તો લાખો રૂપિયા ખર્ચીને વિદેશી કૂતરાઓ પોતાના ઘરે પાળતા હોય છે.અમદાવાદમાં વિશ્વની ફેમસ એવી દરેક બ્રીડવાળા કૂતરાઓ જોવા મળે છે. 
 
કૂતરો માણસનું પ્રિય પાલતૂ પ્રાણી છે॰
કૂતરાને સંસ્કૃતમાં શ્વાન કહેવાય છે. અને અંગ્રેજીમાં Dog કહે છે. 
કૂતરાને માણસનું પ્રિય પાલતૂ અને સૌથી વધારે વફાદાર પાલતુ પ્રાણી છે.
કૂતરાને અણીદાર દાંત, પગે અણીદાર નખ અને વાંકી પૂંછડી હોય છે.
કૂતરાની આંખો ચમકદાર હોય છે, તેની જીભ લાંબી હોય છે અને તે જીભ બહાર કાઢીને શ્વાસ લે છે.
કૂતરાની સૂંઘવાની શક્તિ બીજા પ્રાણીઓ કરતાં વધારે હોય છે અને તે દૂરથી જ કોઈ વસ્તુ સૂંઘી લે છે.