શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

ગરમીમાં થઈ જાવ ઠંડા

* ગરમીની ઋતુમાં લીંબુ પાણી, નારિયેળનું પાણી અને છાશનું સેવન સારી માત્રામાં કરવું જોઈએ. આ શરીરને ઠંડક પહોચાડવાની સાથે સાથે શરીરમાંથી જે પાણી પરસેવાના રૂપે નીકળી જાય છે, તેની આપૂર્તિ પણ કરે છે.

* વધારે પડતાં ઠંડા પીણાથી બચવું. વધારે પડતી ગરમીમાં ઠંડુ પાણી સારૂ લાગે છે પણ તેનાથી શરીરને ઠંડક નથી મળતી. આનાથી ત્વચાની બ્લડ વેસલ્સ ચીપકી જાય છે જેનાથી શરીરમાંથી ગરમી ઓછી નીકળે છે.

* આ ઋતુમાં બની શકે ત્યાર સુધી ચાટ-પકોડી ખાવાથી પણ બચવું. ચાટની અંદર બાફેલા બટાકા તો હોય જ છે, આ બટાકાને જો તે દિવસે જ ઉપયોગમાં લેવામાં આવે છે તો ઠીક છે નહિતર તો આ બિમારીને નિમંત્રણ આપવા જેવું જ છે. દહી-વડાની અંદર દહી અને માવાની પણ આવી જ સમસ્યા છે.

* કૈફીનયુક્ત વસ્તુઓ અને સોફ્ટ ડ્રીંક્સનો ઉપયોગ પણ ઓછો કરો. આની અંદર પ્રિઝર્વેટીવ્સ, રંગ તેમજ શુગરની માત્રા ભરપુર હોય છે. આ એસેડીટી કરનારા અને ડાઈયુરેટિક હોય છે, જે શરીરમાંથી પાણી મળમૂત્રના રૂપે કાઢે છે. સોફ્ટ ડ્રિંક્સમાં ફોસ્ફરસની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. જેનો પ્રભાવ પાચન પર પડે છે. આનાથી શરીરની અંદર મિનરલ્સની માત્રા પણ ઓછી થઈ જાય છે.