મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 6 ડિસેમ્બર 2019 (15:33 IST)

શિયાળામાં બાજરી ખાવાના આ છે 8 ફાયદા..

શિયાળો આવતા જ આપણા ખાવાના વ્યંજનોમાં પણ ફેરફાર આવી જાય છે. આપણે શરીરના અંદરની ગરમી કાયમ રાખવા માટે જુદા જુદા પ્રકારના ભોજન કરીએ છીએ.  મોટાભાગના ઘરોમાં ઘઉંની રોટલી બને છે પણ મકાઈ, જુવાર, બાજરી પણ પૌષ્ટિક અનાજ છે. તેમા બાજરી એક સારો સ્વાદિષ્ટ અને શિયાળાના દિવસોમાં ખાવાલાયક અનાજ છે. બાજરીના ફાયદા વિશે જાણીને તમે નવાઈ પામશો
1. આ કેલ્શિયમથી ભરપૂર હોય છે અને તેના સેવનથી શિયાળામાં થનારી સાંધાની સમસ્યાથી છુટકારો મળે છે.
 
2. બાજરી ખૂબ ભારે હોય છે જેથી તેની ભાકરી ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. તેમા ટ્રાયપ્ટોફેન અમીનો એસિડ જોવા મળે છે. જેનાથી પેટ ભરેલુ લાગે છે.
 
3. વધતુ વજન આજકાલ દરેકની સમસ્યા છે. આવા લોકો માટે બાજરી એક વરદાન સાબિત થાય છે. શિયાળામાં ભૂખ વધુ લાગે છે અને તેનાથી વજન વધી જાય છે. પણ બાજરીની રોટલી ખાવાથી વજન ખૂબ કંટ્રોલમાં થઈ જાય છે.
 
4. તેમા ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાઈબર હોય છે. જે પાચનમાં લાભકારી હોય છે. જેનાથી કોલેસ્ટ્રોલનુ સ્તર ઓછુ થઈ જાય છે અને દિલની બીમારીનુ સંકટ રહેતુ નથી.
 
5. ગર્ભવતી સ્ત્રીઓએ કેલ્શિયમની ગોળી ખાવાને બદલે રોજ બાજરીની બે રોટલી ખાવી જોઈએ.
 
6. બાજરીમાં આયરન પણ એટલુ અધિક હોય છે કે લોહીની કમીથી થનારા રોગ પણ થતા નથી.
 
7. લીવરની સુરક્ષા માટે પણ આનુ સેવન લાભકારી છે.
 
8. હાઈબીપી અને અસ્થમાં જેવી બીમારીઓ માટે પણ આ ખૂબ લાભકારી છે.