શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 4 માર્ચ 2019 (16:03 IST)

ઉપવાસ ખોલતા સમયે કોઈને પણ રાખવું જોઈએ આ 8 વાતોંનું ધ્યાન

વ્રત-ઉપવાસ કરવાના પોત-પોતાના તરીકા હોય છે. કોઈ નિરાહાર-નિર્જલ વ્રત કરે છે તો કોઈ એક સમતે ભોજન કરે છે. વ્રત કોઈ પણ હોય, પણ તેને સમાપ્ત કરી ભોજન ગ્રહણ કરતા સમયે તમને કેટલીક ખાસ વાતોંનો ધ્યાન રાખવું જોઈએ. જેથી સ્વાથસ્થ્ય સંબંધી પરેશાની ન હોય, જાણો 8 જરૂરી ટીપ્સ
1. એક વારમાં વધારે ભોજન કરવાથી બચવું. કલાકો સુધી ખાલી પેટ રહ્યા પછી એકદમથી પેટ ભરીને ખાવાથી ન માત્ર પેટના દુખાવાની સમસ્યા થઈ શકે છે, પણ પાચનમાં પણ પરેશાની થઈ શકે છે. 
 
2. લાંબા સમય સુધી ખાલી પેટ રહ્યા પછી પહેલા માત્ર એક ગ્લાસ પાણી પીવું સારું રહેશે. જેથી પેટમાં ઠંડક પહોંચે અને પછી થતી પાચન સંબંધી સમસ્યાઓથી બચી શકાય. 
 
3. તમે ઈચ્છો તો લીંબૂ પાણી, લસ્સી, છાશ કે નારિયળ પાણી, મોસંબીનો જ્યૂસ પણ લઈ શકો છો. તેનાથી તમને ઉર્જા મળશે અને આ તમારા પાચન તંત્રમી કાર્યપ્રણાલીને પણ ઠીક કરવામાં સહાયક હશે. 
 
4. વ્રત પછી પ્રોટીનથી ભરપૂર આહાર લેવાના પ્રયાસ કરવું. તમારા શરીરમાં ઉર્જાની પૂર્તિ કરવામાં મદદ કરશે. તેના માટે તમે થોડું સમય રોકાઈને પનીર વ્યંજન કે અંકુરિત આહાર લઈ શકો છો. 
 
5. ઉપવાસ પછી તેલ મસાલા ભોજનથી બચવાની કોશિશ કરવી. મિઠાઈઓ અને તળેલા વ્યંજનથી દૂરી બનાવી રાખો જેથી તમારા પાચન તંત્ર પર વધારે દબાણ ન પડે, અને સ્વાસ્થય પણ યોગ્ય રહે. 
 
6. જો તમે ઈચ્છો તો મિક લોટની રોટલી બનાવી શકો છો. શાકમાં દૂધી, ગલકાં, કોળું, ટમેટા, ભિંડા, દાળ અને દહીં જેવા પાચક અને હળવી વસ્તુ લઈ શકો છો. 
 
7. તમે ઈચ્છો તો દહીંની સાથે ફળોનો ઉપયોગ કરી શકો છો. તે સિવાય ફ્રૂટ ચાટ પણ એક સારું વિક્લપ છે. જે તમારા પેટ પણ ભરશે અને શરીરને ઉર્જા પણ આપશે. 
 
8. મિક્સ લોટથી ઉપમા પણ તમારા માટે એક સારું વિક્લ્પ થઈ શકે છે. આ પૌષ્ટિક પણ હશે અને પાચક પણ. પણ ધ્યાન રાખો કે વ્રત પછી જે પણ ખાવું તે ઓછી માત્રામાં જ ખાવું.