બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 4 ફેબ્રુઆરી 2023 (23:08 IST)

આમળાની ચા વજન ઘટાડવામાં કરી શકે છે અજાયબી, ડાયાબિટીસ પણ થશે કંટ્રોલ, ફાયદા જાણીને ચોંકી જશો

amla tea
Amla Tea Benefits: પોષક તત્વોથી ભરપૂર આમળાને સુપર ફૂડની શ્રેણીમાં રાખવામાં આવે છે. આ એક એવું ફળ છે જેનાથી આપણા શરીરના દરેક અંગને ફાયદો થાય છે. જો તમે તેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરો છો, તો તે તમારી આંખોથી લઈને વાળ, ત્વચા અને આખા શરીરની ઈમ્યુનીટીને વધારવામાં મદદ કરે છે. આમળાની ચા જો તમે સવાર-સવારે પીવો તો તે તમારા વધતા પેટને ઘટાડવાનું પણ કામ કરે છે. અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે વજન ઘટાડવા માટે ગ્રીન ટી અથવા હર્બલ ટીનું સેવન કરો, પરંતુ તમે આમળાની ચાની મદદથી વજનને નિયંત્રિત કરી શકો છો. ચાલો જાણીએ કે આમળાની ચા વજન ઘટાડવા માટે કેટલી ફાયદાકારક છે અને તે કેવી રીતે બને છે.
 
બોડી કરે ડિટોક્સ  - ઓન્લી માય હેલ્થ અનુસાર, જ્યારે તમે આમળાની ચાનું સેવન કરો છો, ત્યારે તેમાં રહેલા  એન્ટીઓક્સીડેન્ટ તત્વો શરીરમાંથી પહેલાથી જ જમા થયેલા ઝેરી તત્વોને દૂર કરે છે. આ ઝડપી વજન ઘટાડવામાં મદદ કરે છે.
 
ક્રેવિંગ કરે કંટ્રોલ - જો તમને વારંવાર ભૂખ લાગે છે, તો તમે આમળાની ચા  પી શકો છો. ખરેખર, આમાં વપરાતા આમળા પાવડરમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. ફાઈબર પાચનતંત્રને સ્વસ્થ રાખે છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેના કારણે તમને વારંવાર ભૂખ નથી લાગતી અને તમે વધારે ખાવાથી બચી જાઓ છો.
 
પાચનતંત્રને સ્વસ્થ રાખો - આમળા કબજિયાત અને અપચો જેવી પાચન સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે. જેના કારણે તમારા શરીરમાં ઝેરી તત્વો જમા થતા નથી અને તમારું બિનજરૂરી વજન નથી વધતું.
 
બ્લડ શુગરને કરે કંટ્રોલ  - આમળામાં ડાયાબિટીક વિરોધી ગુણ પણ હોય છે. તે શરીરમાં બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેના કારણે આમળાની ચા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. ડાયાબિટીસને કાબૂમાં રાખવાથી વજન પણ નથી વધતું.
 
ચયાપચયને વેગ આપે છે - જો તમે ઇચ્છો છો કે તમારું વજન નિયંત્રણમાં રહે, તો મેટાબોલિઝમ સારું રાખવું જરૂરી છે. જ્યારે આમળાનું નિયમિત સેવન શરીરના ચયાપચયને વધારવામાં મદદ કરે છે અને વજન ઘટાડે છે.
 
વજન ઘટાડવા માટે આ રીતે બનાવો આમળાની ચા 
આમળાની ચા બનાવવા માટે એક તપેલી લો અને તેમાં 2 કપ પાણી નાખો. જ્યારે તે ઉકળવા લાગે ત્યારે તેમાં 1 ચમચી છીણેલું આદુ, 3 થી 4 તુલસીના પાન અને 1 ચમચી સૂકા આમળાનો પાવડર ઉમેરો. હવે આ મિશ્રણને ઢાંકીને ધીમી આંચ પર ઉકાળો. 2 મિનિટ પછી ગેસ બંધ કરો અને તેને ગાળીને કપમાં કાઢી સર્વ કરો. સ્વાદ માટે તમે તેમાં થોડું મધ અને કાળા મરી ઉમેરી શકો છો. જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો.