રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 13 મે 2023 (17:18 IST)

Millet For Health - સ્વાદ અને હેલ્થ માટે અમૃત છે બાજરાની રોટલી, બીમારી રહેશે દૂર

Millet Roti Benefits
Millet Roti
આપણે મોટે ભાગે ઘઉ કે મકાઈથી બનેલી રોટલીનુ સેવન કરીએ છીએ. જ્યારે કે આ ઉપરાંત પણ અનેક એવા અનાજ છે જેની રોટલી સ્વાદ અને આરોગ્યથી ભરપૂર હોય છે. અમે વાત કરી રહ્યા છીએ બાજરાની રોટલીની. તેમા મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેગજીન, ફાસ્ફોરસ, ફાઈબર, વિટામીન બી એન્ટીઓક્સીડેન્ટ વગેરે પોષક તત્વો મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તો ચાલો જાણીએ કે તેને ખાઈને આપણે આપણા શરીરને કેવી રીતે સ્વસ્થ રાખી શકીએ અને રોગોથી દૂર રહી શકીએ છીએ.
 
હાર્ટ અટેક રોકે 
આજકાલ ખૂબ ઓછી વયમાં લોકો દિલ સાથે જોડયેલા રોગોની ચપેટમાં આવી જાય છે. આવામાં બાજરામાં જોવા મળતુ નિયાસિન વિટામિન શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને ઓછી કરીને દિલની બીમારીઓનો ખતરો ઓછો કરે છે અને હાર્ટને શક્તિ પ્રદાન કરે છે. 
 
ડાયાબિટીસ કરે કંટ્રોલ 
 
તેમા ફાયબર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેથી ડાયાબિટીસના દર્દી બાજરાની રોટલીનુ સેવન જરૂર કરે. તેનાથી તમારુ બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે. 
 
હાઈ બ્લડ પ્રેશરને કરે કંટ્રોલ 
 
જો તમે હાઈપરટેશન રહે છે તો બાજરાની રોટલી તમારે માટે ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે તેમા જોવા મળનારા મેગ્નેશિયમ બ્લડ શુગરને કંટ્રોલ કરવાનુ કામ કરે છે.  આ માટે તમે ઘઉના સ્થાને બાજરાનુ સેવન કરી શકો છો. 
 
હાડકા થશે મજબૂત 
 
બાજરામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે આપણા હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. તેના સેવનથે એક કેલ્શિયમની કમીને કારણે થનારી બીમારીઓનો ખતરો ઓછો થાય છે. 
 
પાચન શક્તિ વધારે 
 
પાચન તંત્ર હેલ્ધી રહેવાની સાથે જ કબજિયાત અને ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે બાજરાની રોટલી ખૂબ લાભકારી હોય છે. બાજરામાં ફાઈબર મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેના સેવનથી બબાસીર જેવી ગંભીર બીમારીનો ખતરો ઓછો થાય છે. 
 
પાચન તંત્ર હેલ્ધી રહેવા સાથે કબજિયાત અને ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે બાજરાની રોટલી ખૂબ લાભકારી હોય છે. બાજરામાં ફાઈબરની માત્રા વધુ જોવા મળે છે. તેનુ સેવન કરવાથી બબાસીર જેવી ગંભીર બીમારીનો ખતરો ઓછો થાય છે. 
 
સંક્રમણ રોકે - જો તમે બાજરાની રોટલી ખાવ છો તો તમે કોઈ પણ પ્રકારના સંક્રમણથી બચી જશો. બીજી બાજુ શરદીની ઋતુમા તમારા શરીરને બાજરાની રોટલી ગરમ રાખે છે. તેનાથી તમને શરદી ખાંસી જેવી એલર્જી થતી નથી.