1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 10 મે 2023 (17:05 IST)

Benefits Of Fennel Water- વજનને ઓછું કરવામાં મદદગાર, પેટની તકલીફો સુધી પણ અસરકારક

Fennel Seed water benefits
Benefits Of Fennel Water- ભોજનમાં વરિયાળીનો ઉપયોગ મસાલા તરીકે ઘણો થાય છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ મોઢાના ફ્રેશનર તરીકે પણ કરે છે. વરિયાળી ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે, પણ સાથે સાથે બીજા ઘણા ફાયદા પણ છે. ખરેખર, વરિયાળી ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે, તેના વપરાશ પછી ખોરાકને પચાવવું સરળ છે. જોકે, વરિયાળીનું પાણી પીવું એ વરિયાળી કરતાં વધુ ફાયદાકારક છે. તે તમને ઘણી રીતે આરોગ્ય લાભ આપી શકે છે. વરિયાળીનું પાણી પેટને લગતી સમસ્યાઓમાં મોટો ફાયદો આપે છે. ચાલો જાણીએ વરિયાળીના પાણીના ફાયદા અને તે કેવી રીતે બને છે ...
 
- વરિયાળીનું પાણી પેટની સમસ્યામાં ફાયદાકારક છે વરિયાળીનું પાણી પોષક તત્વોથી ભરપુર હોય છે. 
 
- તેના ઉપયોગથી અપચો, એસિડિટી અને પેટની ગેસની સમસ્યામાં રાહત મળે છે. 
 
- વરિયાળીનું પાણી પણ ઉબકા અને  ઉલટીમાં રાહત આપે છે. જો તમને પેટને લગતી સમસ્યાઓ હોય તો તમારે વરિયાળીનાં પાણીનું નિયમિત સેવન કરવું જોઈએ
 
- એંટીઓક્સીડેંટથી ભરપૂર આ ચા તમને તબાવ રહિત રહેવામાં મદદ કરશે અને તમારા દિલનો પણ ખ્યાલ રાખવામાં સહાયક હશે. આ તમને સતત તરોતાજા અનુભવ કરાવશે. 

જો માસિક ધર્મના દુખાવાથી પરેશાન છો તો વરિયાણીનુ પાણી તમારા ખૂબ કામ આવી શકે છે. તેનાથી માસિક ધર્મના સમયે એંઠન અને દુખાવાથી રાહત મળે 
Edited By -Monica sahu