વૈક્સીન લગાવવાથી ડર લાગી રહ્યો છે તો જાણો આ 10 ફાયદા
કોરોના વાયરસનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે. વર્ષ 2020થી આ વાયરસે ભારતમાં એંટ્રી મારી હતી. ધીરે ધીરે વાયરસે સતત રૂપ ધારણ કરી લીધુ છે. હવે ચાર ગણુ ઝડપથી તે દરેક ઘરમાં દસ્તક આપી રહ્યુ છે. આ વાયરસ વધ્યા પછી પણ અનેક લોક વેક્સીન નથી લગાવી રહ્યા. પણ તમે પણ વૈક્સીન લગાવતા નથી તો
તેના અનેક ફાયદાથી ચૂકી જશો. આજે અમે તમને બતાવી રહ્યા છે વેક્સીન લગાવવાના 10 ફાયદા
વૈક્સીન એક દ્રવ્ય પદાર્થ હોય છે. જે શરીરમાં જઈને તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઈમ્યુનિટીને વધારીને વાયરસ સામે લડવાની ક્ષમતા ઉત્પન્ન કરે છે. ડો. ભરત રાવત સાથે ચર્ચા કરી તો તેમણે જણાવ્યુ કે આજે સૌથી વધુ કેસ તેથી વધી રહ્યા છે કારણ કે લોકોએ વેક્સીન લગાવી નથી.
- વેક્સીન લગાવવાથી સૌથી મોટો ફાયદો એ છે કે જો તમે સંક્રમિત નથી તો તમારી અંદર બીમારી સામે લડવા માટે પહેલા જ ઈમ્યુનિટીને વદહારી દેશે. ઉલ્લેખનીય છે કે વેક્સીનનો અસલ મતલબ હોય છે તમારી અંદર વધી રહેલા વાયરસને રોકવામાં મદદ કરવી.
- ડો. ભરત રાવતે જણાવ્યુ કે જો તમે સંક્રમિત થતા પહેલા જ લગાવી લો છો તો તમને હોસ્પિટલના ચક્કર નહી કાપવા પડે. જી હા તમને કોરોના વાયરસ થઈ શકે છે પણ તમે ઘરે પણ ઠીક થઈ શકો છો.
- વૈક્સીન લગાવ્યા પછી ઓછામાં ઓછા 6 થી 8 મહિના સુધી તમારી અંદર એંટીબોડીઝ રહેશે. તેનાથી તમારી બોડીમાં વાયરસ ખરાબ રીએતે સંક્રમિત નહી કરી શકે.
- વૈક્સીનનો સૌથી મોટો ફાયદો એ છે કે જો તમારી ઈમ્યુનિટી સિસ્ટમ નબળી છે તો આ એક બુસ્ટરની જેમ કામ કરશે. જેથી વાયરસને બોડીમાં ફેલાતા રોકી શકાય.
-વૈક્સીનો એક ડોઝ લેવાથી 4 અઠવાડિયા પછી બીજો ડૉઝ લેવામાં આવે છે. પણ જો તમે બીજો ડોઝ લેવાનુ ભૂલી જાવ છો તો આવામાં બેદરકારી ન રાખતા બંને ડોઝ યોગ્ય સમય પર લઈ લો.
- વૈક્સીનનો પહેલા ડૉઝ લગાવ્યા પછી પણ તમે સંક્રમિત થઈ જાવ છો તો તમારે વધુ ગભરાવવાની જરૂર નથી. આવુ એટલા માટે કારણ કે વૈક્સીન તમારી અંદર રોગ પ્રતિરોધકની ક્ષમતાને વધારી દે છે, અને કોરોનાના ઠીક થવાના 1 મહિના પછી પણ તમે ડોક્ટર પાસે સલાહ લઈને વૈક્સીનનો બીજો ડોઝ જરૂર લગાવો.
- અનેકવાર મનમાં સવાલ ઉઠે છે કે વૈક્સીન એ જ છે તો ડબલ ડોઝ કેમ ? માહિતી માટે તમને બતાવી દઈએ કે આ એક બૂસ્ટર ડોઝના રૂપમાં કામ કરે છે. તેથી બંને ડોઝ લગાવવા જરૂરી છે.
- હાલ કોરોના વૈકસીન લગાવવાથી અનેક લોકોને ભય પણ લાગી રહ્યો છે. પણ જાન્યુઆરી 2021 માં શરૂ થયેલા ટીકાકરણથી અત્યાર સુધી 10.16 કરોડ લોકોને વૈક્સીન લાગી ચુક્યો છે. સાથે જ અનેક વરિષ્ઠ લોકો પણ વૈક્સીન લગાવી ચુક્યા છે. આવામાં કોઈપણ રીતે ગભરાવવાની જરૂર નથી.
-વૈક્સીન જો તમે લગાવો છો તો તેનો સૌથી મોટો ફાયદો તમે હોસ્પિટલના ચક્કર લગાવવાથી બચી જશો. જી, હા સંક્રમણ થવા પર પણ તમે ઘરમાં જ આઈસોલેટ થઈ શકો છો. આ બીમારીથી ખુદને પણ બચાવી શકો છો.