1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
  4. cumin jaggery water benefits in gujarati

ગોળ અને જીરાનું પાણી સવારે ભૂખ્યા પેટ પીવાના ફાયદા જાણીને ચોંકી જશો

cumin jaggery
cumin jaggery
આયુર્વેદમાં અનેક બીમારીઓના ઉપચારમાં ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે જાણો છો કે આ બંનેનો સાથે ઉપયોગ કરવામાં આવે તો તે અનેકગણું ફાયદાકારક પુરવાર થઈ શકે છે.જીરાનું પાણી અને ગોળનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જીરાના પાણીમાં ગોળનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા મળે છે, આ ઉપરાંત ખાલી પેટે તેનું સેવન કરવામાં આવે તો તો આ ફાયદા બમણા થઈ જાય છે.
 
 
- માથાના દુખાવાની સમસ્યામાં ગોળ-જીરાનું પાણી રામબાણ ઈલાજ છે.
- એક રિસર્ચ અનુસાર, ગોળ-જીરાનું પાણી પીવાથી તાવમાં પણ આરામ મળે છે.
- ગોળ અને જીરાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
- ગોળ અને જીરાનું પાણી શરીરની લોહીની ઉણપ દૂર કરે છે. તેને કારણે એનિમિયાની ખતરો ઘટી જાય છે.
- આ બંનેના સેવનથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.
- ગોળ અને જીરાનું પાણી પીવાથી પીરિયડ્સમાં થનારી સમસ્યામાં રાહત અપાવે છે.
- ગોળ અને જીરાનું મિશ્રણ બેકની પેઇનની સમસ્યામાં પણ આરામ અપાવે છે.
- અનેક સમસ્યા માટેના રામબાણ ઇલાજ તરીકે વપરાતા જીરા-ગોળનું પાણી બનાવવાની રીત જાણી  લો 
 
2 કપ – પાણી
1 ચમચી – ગોળ
1 ચમચી – જીરું
 
બનાવવાની રીત - 
ગોળ અને જીરાનું પાણી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણ લો.
તેમા 1 ચમચી ગોળ અને 1 ચમચી જીરું ઉમેરી તેને ઉકાળો.
તે બાદ આ પણીને ઠંડુ થવા દો.
સવારે ભૂખ્યા પેટે આ પાણીનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે.